Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાંગ્લાદેશમાં સુરક્ષાદળ સાથે ગોળીબાર બાદ JMBના ચાર ત્રાસવાદી શરણે

- આતંકીઓ ઢાકા નજીક એક મકાનમાં છૂપાયા હતા

(પીટીઆઈ) ઢાકા, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

બાંગ્લાદેશમાં પ્રતિબંધિત નિઓ-જે.એમ.બી.ના ચાર ત્રાસવાદીઓએ, બાંગ્લાદેશની ત્રાસવાદ વિરોધી ફોજ સમક્ષ ગોળીબારને અંતે શરણાગતિ સ્વિકરી હતી. પાટનગર ઢાકાના બાહ્ય વિસ્તારમાં આ ઘટના બની હતી.

બાંગ્લાદેશની રેપિડ એકશન બટાલિયન (આર.એ.બી.)એ ઢાકાના સવાર વિસ્તારમાં કેટલાક ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમીને આધારે તે વિસ્તારને ઘેરી લીધો હતો.

ગત રાત્રે ૧ વાગ્યે પતરાના તે ઝૂંપડાને ઘેર્યા બાદ પોલીસે તેમને મેગાફોનથી શરણે આવી જવા તાકીદ કરી હતી. તેનો અમલ કરવાને બદલે ત્રાસવાદીઓએ ગોળીબાર ચાલુ કર્યો હતો.

સામે સુરક્ષા દળોએ ગોળીબાર ચાલુ કરતા એક સાથે આવા જબ્બર સામનાથી ઘેરાયેલા ત્રાસવાદીઓએ શરણાગતિ સ્વિકારી લીધી હતી. તેમ દળના ડી.આઈ.જી.લુત્ફુલ કબિરે માહિતી આપી હતી.

કબિરે ઉમેર્યું હતું કે ચારે ત્રાસવાદીને ઝડપી લઇને તે ઘરની અંદર કોઈ બોંબ કે વિસ્ફોટકો ગોઠવ્યા નથી ને તેની જાણકારી માટે તે માટેની ટીમ બોલાવી લેવાઈ હતી. દળે અન્ય ખુવારી નિવારવા આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવ્યો હતો.

Post Comments