Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગૂગલના CEO સુંદર પિચાઈએ સાત વર્ષીય છોકરીની અરજીનો જવાબ આપ્યો

- હું મોટી થઈને ગૂગલમાં નોકરી કરવા ઈચ્છું છું : બ્રિટનની ૭ વર્ષની છોકરીનો પત્ર

- તારો અભ્યાસ પૂરો થઈ જાય પછી મને તારી જોબ એપ્લિકેશનની રાહ રહેશે : સુંદર પિચાઈએ વળતો પત્ર લખીને જવાબ

(પીટીઆઈ) લંડન, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પત્ર લખીને બ્રિટનની સાત વર્ષની છોકરીએ નોકરીની અરજી કરી હતી. સુંદર પિચાઈએ સામો પત્ર લખીને એ છોકરીને જવાબ પણ આપ્યો હતો. ગૂગલના સીઈઓએ લખ્યું કે તારો અભ્યાસ પૂરો થાય પછી મને તારી જોબ એપ્લિકેશનની રાહ રહેશે.
 
બ્રિટનની ક્લો બ્રિજવાટર નામની એક સાત વર્ષની છોકરીએ ગૂગલ બોસના નામે પત્ર લખ્યો હતો. ક્લોએ લખ્યું હતું કે તે મોટી થઈને ગૂગલમાં નોકરી કરવા માગે છે. સાત વર્ષની છોકરીએ એ પત્રમાં પોતાને ગમતી બાબતો વિશે લખ્યું હતું. તેણે પત્રમાં કહ્યું કે હું મોટી થઈને ચોકલેટની ફેકટરીમાં કામ કરવા ધારું છું. ઓલિમ્પિક્સમાં સ્વીમિંગ કરવા ઈચ્છું છું.
 
મને કમ્પ્યુટર બહુ ગમે છે અને મારી પાસે એક ટેબલેટ છે, જેમાં હું ગેઈમ્સ રમું છું. છોકરીએ ગૂગલમાં કામ કરવા જરૃરી હોય એવી આવડતો અત્યારથી કેળવી રહી હોવાનું લખ્યું હતું.
આ પત્રનો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જવાબ પણ આપ્યો હતો.
 
ગૂગલના લેટરહેડ ઉપર લખાયેલા પત્રમાં સુંદર પિચાઈએ સાત વર્ષની છોકરીને કહ્યું હતું કે તું તારો અભ્યાસ પૂરો કરી લે પછી મને તારી નોકરીની અરજીની રાહ રહેશે.
 
સુંદર પિચાઈએ સાત વર્ષની ક્લોનો ઉત્સાહ વધારતા લખ્યું હતું કે મને એ જાણીને આનંદ થયો કે તને કમ્પ્યુટર્સ અને રોબોટ્સ ગમે છે. તું ટેકનોલોજી અંગે જાણતી રહીશ એવી મને આશા છે. જો તું મહેનત કરીશ તો એક દિવસ ચોક્કસ ગૂગલ માટે કામ કરતી હોઈશ. ઓલિમ્પિક્સમાં સ્વીમિંગ કરવાનું તારું સપનું પણ મહેનત કરીશ તો પૂરું થશે.
 

Post Comments