Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેનેગલમાં ફૂટબોલ સ્ટેડિયમની દીવાલ તૂટી પડતાં આઠ પ્રેક્ષકો માર્યા ગયા

- ચાલુ મેચમાં બનેલી હોનારત

- બે જૂથો બાખડી રહ્યા હતા ત્યારે જ તેમના પર દીવાલ પડતાં નાસભાગ થઇ

ડકાર, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

ડકારમાં રમાયેલી સેનેગલ ફુટબોલ લીગની  ફાઇનલ મેચ દરમિયાન  બે જુથો બાખડી રહ્યા હતા ત્યારે જ તેમના પર દિવાલ તુટી પડતાં અને નાસભાગમાં  આઠ લોકો માર્યા ગયા હતા, એમ રમતગમત મંત્રીએ કહ્યું હતું.

ખેલ મંત્રી માતર બા એ કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં એક યુવતીનો પણ સમાવેશ થતો હતો જ્યારે ૬૦ જણા ઘાયલ થયાં હતા જેમને ડકારના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરીવાર સેનેગલમાં  આવી ઘટના ના બને તે માટે તેમણે કડક પગલાં લેવાની વાત કરી હતી.

ગઇ કાલે મોડી સાંજે ઘટના સ્થળે મોટી સંખ્યામાં એમ્બ્યુલેન્સ અને ફાયરફાઇટરો તૈનાત કરવામાં આવ્યા હતા. સ્ટેડિયમમાં બેઠેલા એક પત્રકારે  સ્થાનિક ટીમ યુએસ ઓકામ અને  સ્ટેટ ડી મ્બાર વચ્ચેની મેચ દરમિયાન બે જુથો બાખડશે એવી આશંકા વ્યક્ત કરી હતી. એકસ્ટ્રા ટાઇમ સુધી ૨-૧નો સ્કોર હતો ત્યારે યુએસ ઓકામના ટેકેદારોએ  સ્ટેટ ડી મ્બારના પ્રશંકો પર પથ્થરો ફેંક્યા હતા, પરિણામે અનેક પ્રક્ષકો મેદાન છોડીને જવા લાગ્યા હતા.

આ સમયે મેદાનમાં ધક્કામુક્કી અને નાસભાગ થઇ હતી જેમાં અનેક લોકો દબાઇ ગયા હતા. બન્ને ટીમોના ટેકેદારો જ્યાં બેઠા હતા ત્યાંની દિવાલ અચાનક જ તુટી પડી હતી. બરાબર એ વખતે પોલીસે ટીયરગેસ છોડયા હતા.

પરિણામે બન્ને જુથો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.' અચાનક જ્યારે દિવાલ તુટી પડી ત્યારે જ અમને ખબર પડી ગઇ હતી કે અમારા કેટલાક સાથીઓ માર્યા જશે.

દિવાલ સીધી તેમની પર જ પડી હતી'એમ આ દુર્ઘટનામાં પોતાનો મિત્ર ગુમાવનાર અને છતાં લોકોને હોસ્પિટલમાં મોકલવામાં મદદ કરનાર  શેખ મબા દિઓપે કહ્યું હતું.
 

Post Comments