Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉદી અરેબિયા અમેરિકામાં ૨૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે

- ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલ જાહેરાત

- અમેરિકા પાસેથી ૩૦૦ અબજ ડોલરના શસ્ત્રો ખરીદવાના કરાર પણ કરવામાં આવશે

વોશિંગ્ટન, તા. 18 મે, 2017,  ગુરૂવાર
 
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તેમની દરિયાપારની પ્રથમ પ્રવાસની તૈયારી કરે છે ત્યારે સાઉદ અરેબિયાએ અમેરિકા પાસેથી ૨૦૦ અબજ ડોલરના ખર્ચે શસ્ત્રો ખરીદવા અને અમેરિકામાં ૨૦૦ અબજનું રોકાણ કરવા જાહેરાતકરી હતી.
 
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રવાસમાં સૌ પ્રથમ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. ત્યારબાદ તે ઇઝરાયેલ અને ઇટાલી જશે. ઇટાલીમાં ખ્રિસ્તી ધર્મગુરૃ પોપ ફ્રાન્સિસને મળશે તે ઉપરાંત નાટોના હેડ કવાર્ટર બ્રસેલ્સમાં જી-૭ સમિટીમાં હાજરી આપશે.
 
અમેરિકી પ્રમુખના યાત્રા પ્રવાસનું આયોજન કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા અમેરિકામાં ૨૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાના કરાર કરશે.
 
અમેરિકામાં રોકાણ કરવા માટે તમામ કારણો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે સાઉદી અરેબિયાના રોકાણથી તેજી આવશે. સાઉદી અરેબિયા માટે આ ઉત્તમ તક છે.
 

Post Comments