Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક. એરફોર્સમાં JF-17 થંડર જેટ પ્રકારના ૧૬ શક્તિશાળી વિમાન સામેલ થયા

- અગાઉ JF-17 પ્રકારના પાક. એરફોર્સ પાસે ૭૦ લડાકુ વિમાન હતા

- ચીન સાથે મળીને પાકિસ્તાને JF-17 થંડર જેટ પ્રકારનાં લડાકુ વિમાનોનું નિર્માણ કર્યું

(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
પાકિસ્તાનની એરફોર્સમાં જેએફ-૧૭ થંડર પ્રકારના ૧૬ નવા શક્તિશાળી લડાકુ વિમાનો સામેલ થયા હતા. ચીન સાથે મળીને પાકિસ્તાને આ વિમાનોનું નિર્માણ કર્યું હતું. ચીન અને પાકિસ્તાન જેએફ-૧૭ પ્રકારના વિમાનો બનાવવાના પ્રોજેક્ટ પર ૧૯૯૯થી કામ કરે છે.
 
ચીનની મદદથી પાકિસ્તાનમાં લડાકુ વિમાનો બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત જેએફ-૧૭ થંડર જેટ પ્રકારના વિમાનો બનાવાઈ રહ્યા છે. ૧૯૯૯થી ચાલુ થયેલા આ પ્રોજેક્ટ પછી પાકિસ્તાન એરફોર્સ પાસે આ પ્રકારના ૭૦ લડાકુ વિમાનો હતા.
 
 તેમાં વધુ ૧૬ લડાકુ વિમાનો સામે થયા હતા. પાકિસ્તાન એરફોર્સની સ્વોર્ડન-૧૪ સાથે આ તમામ ૧૬ લડાકુ વિમાનો સામેલ થયા હતા.
 
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અને પાકિસ્તાન વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ સોહેલ અમનની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ ૧૬ શક્તિશાળી લડાકુ વિમાનોને પાકિસ્તાન વાયુસેનાને સુપરત કરાયા હતા. 
 
જેએફ-૧૭ થંડર જેટ લડાકુ વિમાનોનું નિર્માણ પાકિસ્તાનમાં જ થાય છે અને એ માટેની તમામ મદદ ચીન કરી રહ્યું છે. ૧૯૯૯થી ચીન-પાકિસ્તાન વચ્ચે આ પ્રોજેક્ટ શરૃ થયો હતો. 
 
એ પછી ૨૦૦૩ના વર્ષથી પાકિસ્તાન એરફોર્સમાં જેએફ-૧૭ વિમાનો સામેલ થવાનું શરૃ થયું હતું. પાકિસ્તાન એરફોર્સમાં જેએફ-૧૭ લડાકુ પ્રકારના ૭૦ વિમાનો હતા. તેમાં ૧૬ ઉમેરાયા એટલે કુલ ૮૬ વિમાનો થયા હતા. 
 

Post Comments