Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હું ઈરાનને પરમાણુ હથિયારો બનાવવા નહીં દઉં : ટ્રમ્પ

- અમેરિકાની મુલાકાતે આવેલા ઈઝરાયેલના વડાપ્રધાનને ટ્રમ્પનું આશ્વાસન

- ઈરાન પરમાણુ હથિયારો બનાવી ન શકે તે માટે વધુ સઘન પ્રયાસો કરવાની અમેરિકી પ્રમુખની જાહેરાત

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાત પછી આપેલાં સંયુક્ત નિવેદનમાં કહ્યું કે તે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો બનાવવા દેશે નહીં. ઈરાન પરમાણુ હથિયારો ન બનાવે તે માટે વધુ સઘન પ્રયાસો હાથ ધરશે.
 
ઈઝરાયેલાના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકાની મુલાકાતે છે અને વ્હાઈટ હાઉસમાં તેમણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો. એ પછી બંને નેતાઓએ એક સંયુક્ત નિવેદન આપ્યું હતું, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ સામેના પડકારો અંગેની વાત કરતા કહ્યું હતું કે ઈરાન પરમાણુ હથિયારો બનાવે તો તે ઈઝરાયેલ માટે એક મોટો પડકાર બની શકે. પણ હું ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો બનાવવાનો મોકો નહીં આપું.
 
ટ્રમ્પે પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના ઈરાન સાથેના કરારની ટીકા કરતા કહ્યું હતું કે ઈરાન સાથેનો કરાર મેં જોયેલો સૌથી ખરાબ કરાર હતો. ઈરાન કોઈ પણ રીતે પરમાણુ હથિયારો બનાવી શકશે નહીં. મારી સરકારે ઈરાન ઉપર અગાઉથી જ કેટલાક પ્રતિબંધો લાદી દીધા છે અને હજુ પણ ઈરાન પરમાણુ હથિયારો ન બનાવી શકે તે માટે હું વધુ સઘન પ્રયાસો કરીશ.
 
ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સંબંધો અત્યાર સુધીના સૌથી સારા તબક્કામાં છે. બંને દેશો સાથે મળીને વિકાસ કરશે અને આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈ લડવા બંને દેશો કટિબદ્ધ છે.
ટ્રમ્પે આ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે અમેરિકા અને ઈઝરાયેલ બે એવા દેશો છે જ્યાં માણસના જીવનનું મૂલ્ય શું છે તેની બરાબર કદર થાય છે.
 
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પ્રમુખપદના શપથગ્રહણ કર્યા પછીના બીજાં સપ્તાહે અમેરિકા અને ઈરાનના સંબંધોમાં તંગદિલી આવી ગઈ હતી. ટ્રમ્પે અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા કરારો તોડી નાખવાની ધમકી પણ આપી હતી.
 

Post Comments