Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનમાં બે માળના મકાનમાં ભીષણ આગ ૨૨નાં મૃત્યુ, ત્રણ દાઝ્યા

(પીટીઆઈ) બૈજિંગ, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

પૂર્વ ચીનના જિઆંગ્સુ પ્રાંતમાં એક બે માળના મકાનમાં આગ લાગતા ૨૨ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ત્રણ ઘવાયા હતા. આ મકાનમાં વહેલી સવારે ૪:૩૦ કલાકે આગ ફાટી નીકળી હતી.

ચાંગશુ નગરના પુશાન વિસ્તારમાં આ ઘટના બની હતી. તેમ ચીનની સમાચાર એજન્સિએ માહિતી આપી હતી. આ ઘટનામાં ૨૨ વ્યક્તિના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ત્રણ દાઝ્યા હતા.

આગને બુઝાવી દેવાઈ છે જ્યારે આગ લાગવાના કારણની તપાસ ચલાવાઈ રહી છે. ચીનમાં દાઝેલા ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજાઓ હોવાથી તેમના જીવન સામે કોઈ જોખમ નથી.

જ્યારે પોલીસે જીઆંગ અટક ધરાવતા એક શકદારની ધરપકડ કરી છે. તે આગની આ ઘટનામાં સંડોવાયેલો હોવાનું મનાય છે. તેમ વધુ કોઈ માહિતિ વીના શિન્હુઆ ન્યુઝ એજન્સિએ સમાચાર આપ્યા હતા.

આગનો ભોગ બનેલાઓના પરિવારને મદદરૃપ થવા માટે કુલ ૨૪ ડિઝાસ્ટર-રિલીફ ટીમ બનાવાઈ છે. તેમ અહેવાલમાં ઔજણાવાયું છે.
 

Post Comments