Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીજા વિશ્વયુદ્ધના સમાચાર બ્રેક કરનારા ક્લેર હોલિંગવર્થનું ૧૦૬ વર્ષે અવસાન

- બીજા વિશ્વયુદ્ધના પહેલાં સમચાર આપનારા મહિલા પત્રકારના છેલ્લા સમાચાર

- ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું પણ રિપોર્ટિંગ કર્યું હતુ

ઓક્ટોબર માસમાં ૧૦૫મો જન્મ દિવસ ઉજવ્યો હતો
ચાર દાયકાથી હોંગકોંગમાં રહેતા હતા
હોંગકોંગ, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
બીજા વિશ્વયુદ્ધના સમાચાર સૌથી પહેલાં પ્રગટ કરનારા મહિલા પત્રકાર ક્લેર હોલિંગવર્થનું ૧૦૬ વર્ષની વયે અવસાન થયુ હતું. ક્લારેનો જન્મ ૧૯૧૧માં ઈંગ્લેન્ડમાં થયો હતો. છેલ્લા ચાર દાયકાથી તેઓ હોંગકોંગમાં એકલા રહેતા હતા. અહીં જ તેમનું ૧૦મી જાન્યુઆરીએ સાંજે નિધન થયુ હતુ.
 
તેમના મૃત્યુના સમચાર પરિવારજનોએ ફેસબૂક દ્વારા જાહેર કર્યા હતા. ગયા ઓક્ટોબરમાં તેમણે પોતાનો ૧૦૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. ક્લારેને નોકરી મળી તેના પહેલા જ અઠવાડિયે તેમને 'બીજું વિશ્વયુદ્ધ શરૃ થવા જઈ રહ્યું છે' એવા સમાચાર આપવાની તક મળી હતી. 
 
બીજુ વિશ્વયુદ્ધ સળગવાની તૈયારી હતી ત્યારે ક્લારે બ્રિટિશ અખબાર 'ડેઈલી ટેલિગ્રાફ'ના પ્રતિનિધિ હતા. ૧૯૩૯ના ઓગસ્ટ માસમાં ક્લારેને પોલેન્ડની સ્થિતિ શું છે એ જાણવા અને તે અંગે અહેવાલ તૈયાર કરવા માટે મોકલવામાં આવ્યા હતા. એ વખતે સ્થિતિ તંગ હતી. પોલેન્ડ અને જર્મનીની સરહદ સીલ કરી દેવાઈ હતી.
 
સરહદ પાસેની જ એક હોટેલમાં તેઓ ઉતર્યા હતા. અહીંથી તેમણે જર્મન સેનાની મૂવમેન્ટ જોઈ અને તેના આધારે અંદાજ લગાવ્યો હતો કે જર્મની આક્રમણની તૈયારી કરી રહ્યું છે. માટે તેણે એ અહેવાલ ડેઈલી ટેલિગ્રાફને મોકલી આપ્યો હતો. એ પછી ગણતરીના દિવસોમાં જ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને વિધિવત રીતે વિશ્વયુદ્ધનો આરંભ કર્યો હતો. તેઓ પ્રથમ મહિલા પત્રકાર પણ હતા, જેઓ વિશ્વયુદ્ધના મોરચે જઈને અહેવાલ લઈ આવતા હતા.
 
ક્લારેના આ સમાચારને પછી સદીના શ્રેષ્ઠ સમાચાર તરીકેની ઓળખ મળી હતી. કેમ કે ૨૦મી સદીમાં બીજુ વિશ્વયુદ્ધ એ સૌથી મોટી ઘટના હતી. છ દાયકા સુધી ક્લારે યુદ્ધ પત્રકાર (વોર કોરસ્પોન્ડન્ટ) તરીકે સક્રિય રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાન સહિતના અનેક યુદ્ધનું રિપોર્ટિંગ કર્યું હતુ. યુદ્ધભૂમિ પર જવામાં સરળતા રહે એટલા માટે તેમણે પાઈલટિંગ શીખીને લાઈસન્સ મેળવ્યું હતું. તેમણે કુલ બે લગ્ન કર્યા હતા અને છેલ્લે પરિવાર સાથે હોંગકોંગ જ રહેતા હતા.

Post Comments