Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીની લશ્કરે તિબેટના પર્વતીય વિસ્તારમાં આક્રમક લશ્કરી કવાયત કરતાં તંગદિલી

- ભારતને છંછેડવા ચીને અસલી કારતૂસથી ૧૧ કલાક લાંબી ડ્રીલ યોજી

- સરકારી ટેલિવિઝન ચેનલે સીસીટીવીના દૃશ્યો રજૂ કરીને ચીની લશ્કરે તિબેટમાં સૈન્ય કવાયત હાથ ધરી હોવાનો

(પીટીઆઈ) બેઈજિંગ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

ચીનની સરકારી ટેલિવિઝન ચેનલે લશ્કરના સીસીટીવીના દૃશ્યો રજૂ કરીને દાવો કર્યો હતો કે ચીની સૈન્યએ તિબેટના પર્વતીય વિસ્તારમાં ૧૧ કલાક લાંબી સૈન્ય કવાયત હાથ ધરી હતી. એ લશ્કરી કવાયતમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો હતો અને અસલી કારતૂસનો ઉપયોગ પણ થયો હતો.

ચીની સૈન્યએ તિબેટના પર્વતીય વિસ્તારમાં લગભગ ૫૦૦૦ મીટરની ઊંચાઈ ઉપર લશ્કરી કવાયત હાથ ધરી હતી. ૧૧ કલાક લાંબી આ લશ્કરી કવાયતનો સરકારે સત્તાવાર સ્વીકાર કર્યો ન હતો, પણ સરકારી ટેલિવિઝન ચેનલમાં જ આર્મીના સીસીટીવીના દૃશ્યોના આધારે લશ્કરી કવાયતના અહેવાલો રજૂ થયા હતા.

સૈન્ય અભ્યાસમાં એન્ટી ક્રાફ્ટ મિસાઈલોથી નિશાન સાધતા હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. વળી, ગોલા-બારૃદ અને અસલી કારતૂસનો પણ લશ્કરી કવાયતમાં ભરપૂર ઉપયોગ કરાયો હતો. સામાન્ય રીતે લશ્કરી કવાયતમાં અસલી કારતૂસનો કે વિસ્ફોટકોનો ઉપયોગ કરાતો નથી, પરંતુ ચીને સિક્કિમ વિવાદ વચ્ચે ભારતને છંછેડવા માટે આ કવાયત હાથ ધરી હતી.

અખબારી અહેવાલોના દાવા પ્રમાણે આ કવાયતમાં ચીનની આર્મીની એક બ્રિગેડે ભાગ લીધો હતો. સાથે પહાડી બ્રિગેડ પણ તેમાં સામેલ થઈ હતી. આર્મીની એક બ્રિગેડ બ્રહ્મપુત્ર નદીના મધ્ય અને નીચલા વિસ્તારમાં તૈનાત હોવાનું પણ એ અહેવાલમાં કહેવાયું હતું.

આર્મી ડ્રિલમાં અસલી શસ્ત્રો, વિસ્ફોટકો ઉપરાંત ચોક્ક્સ સમયગાળામાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. એક ઓનલાઈન વીડિયોમાં તો ત્યાં સુધીની ગતિવિધિ જોઈ શકાતી હતી કે બંકરો પર મિસાઈલ તૈનાત કરાઈ હતી અને તોપખાનાનો પણ ઉપયોગ થયો હતો. નિયત કરેલાં નિશાન ઉપર  હુમલો કરવાનું કામ પણ સૈનિકોને સોંપવામાં આવ્યું હતું. એ માટે આ સૈનિકોને કારતૂસનો ઉપયોગ કરવાની છૂટ મળી હતી. લશ્કરી કવાયતમાં રડારમાંથી સામેના દેશના વિમાનને કેમ ઝડપી પાડવું એ પ્રકારની એક્ટિવિટિઝનો પણ સમાવેશ થયો હતો. આ સૈન્ય અભ્યાસ ૧૧ કલાક સુધી ચાલ્યો હતો એવો દાવો સરકારી ચેનલે કર્યો હતો.
 

Post Comments