Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૧મી સદી ભારતની બનાવવા દુનિયાભરના ભારતીયો સખત મહેનત કરે : મોદી

- ફિલિપાઈન્સમાં રહેતા ભારતીયો સમુદાયની મોદીએ મુલાકાત લીધી

- ભારત બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે, જ્યાં શાંતિ શબ્દ નહીં વિચારધારા છે: શાંતિ માટે ભારતે બલિદાનો આપ્યા

હિન્દુસ્તાનીઓ વિદેશમાં વસીને પણ દેશની સંસ્કૃતિ સાચવતા હોવાનો મોદીનો મત
(પીટીઆઈ) મનિલા, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસે ગયા છે. આસિયાન સંમેલનમાં વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરીને મોદી દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. દરમિયાન તેમણે ફિલિપાઈન્સના ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી.

ફિલિપાઈન્સના વિશાળ ભારતીય સમુદાયને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે શાંતિ માટે ભારતીયોએ લાખો બલિદાનો આપ્યા છે. કોઈ પણ યુગમાં ભારતીયોએ એક પણ દેશનું ખરાબ કર્યું નથી. હિન્દુસ્તાનીઓ વિદેશમાં વસે ત્યારે એ દેશના લોકોને એ દેશની સંસ્કૃતિને પોતાની સમજીને અપનાવી લેે છે. તેમ છતાં ભારતીયોની એ ખાસિયત રહી છે કે ભારતની સંસ્કૃતિ સાચવી રાખે છે. જેનું પેઢી દર પેઢી જતન કરે છે.

મોદીએ તેમના ૩૫ મિનિટના ભાષણમાં કહ્યું હતું કે તમે લોકો કોઈ પણ દેશમાં રહો, પણ જો ભારતનું કંઈક ખરાબ સાંભળો તો દુખી થતાં હો અને જો કંઈક સારું સાંભળો તો તમે ગૌરવ મહેસૂસ કરો છો. આ જ બાબત તમને ભારત સાથે જોડી રાખે છે. એટલે જ વર્તમાન સરકાર એવા સક્રિય પ્રયાસો કરે છે કે પ્રવાસી ભારતીયો પોતાના મૂળ વતન ભારત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા રહે.

વડાપ્રધાને કહ્યું હતું : હું જ્યારે વિવિધ દેશોમાં ફરતો હોંઉ છું ત્યારે તેમના પ્રતિનિધિઓને એ જ કહેતો હોઉ છું કે પ્રથમ કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિવિધ દેશો વચ્ચે કોઈને કોઈ કારણથી લડાઈ થતી હતી, પણ ભારતને ન જમીન જોઈતી હતી કે ન બીજું કંઈ. માત્ર શાંતિ માટે દોઢ લાખ ભારતીયોએ કુરબાની આપી દીધી હતી.

આપણે એવા લોકો છીએ જેમણે દુનિયાને કશુંક આપ્યું છે. કંઈ લેવાની અપેક્ષા ક્યારેય રાખી નથી. એમાં ય કોઈક પાસેથી આંચકી લેવાનો ઈરાદો તો ક્યારેય રાખ્યો નથી એ વાતની ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે.

તેમણે ભારતીય શાંતિ સૈનિકોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અત્યારે વિશ્વમાં અશાંતિનો માહોલ છે. એમાં શાંતિ સ્થાપવાનું કામ કરતા શાંતિ સૈનિકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીય સૈનિકોની છે.  ભારત ગાંધી અને બુદ્ધની ભૂમિ છે. જ્યાં શાંતિ એ માત્ર શબ્દ નથી, પણ એક વિચારધારા છે. આપણી રગોમાં શાંતિ દોડે છે.

જયપુરમાં બનેલાં કૃત્રિમ પગથી ચાલતા બાળકને મોદી મળ્યા
ફિલિપાઈન્સમાં કાર્યરત મહાવીર ફાઈન્ડેશનની મુલાકાતે પણ મોદી પહોંચ્યા હતા. આ ફાઉન્ડેશને અસંખ્ય બાળકોને કૃત્રિમ હાથ-પગ લગાવ્યા છે. એમાંના એક બાળકને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. ફિલિપાઈન્સની આ મહાવીર ફાઉન્ડેશન નામની સંસ્થા જયપુરમાં બનેલા પ્રખ્યાત જયપુર ફૂટ આયાત કરે છે.  જયપુરના રબરના પગની મદદથી ફિલિપાઈન્સમાં ઘણાં બાળકો ચાલતા થયા છે. મોદીએ એવા જ એક બાળક કાર્લો માઈગેલ સિલવાનો સાથે થોડી વાર વાતો કરી હતી.

Post Comments