Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દુબઇની હોટલમાંથી ભારતીય શેફ બરતરફ, ઇસ્લામ વિરોધી ટ્વીટનો આરોપ

- સેલિબ્રિટી શેફ અતુલ કોચરને તેમની ટ્વીટના કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા

નવી દિલ્હી, તા. 13 જુન 2018, બુધવાર

દુબઇની એક હોટલમાં કામ કરતા સેલિબ્રિટી શેફ અતુલ કોચરને તેમની એક ટ્વીટના કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યાં છે.

અતુલ કોચરે પ્રિયંકા ચોપરાએ ક્વોંટિકોમાં ભારતીયોની આતંકી છબી વિરુદ્ધ રિ-ટ્વીટ કરી કર્યું હતું. ક્વોંટીકોના એક એપિસોડનો હિંદૂઓ દ્વારા વિરોધ કર્યાં બાદ પ્રિયંકાએ ટ્વીટ કરીને માફી માંગી હતી.

જે બાદ કોચરે ટ્વીટ કરી લખ્યું કે, આ જોવું ખૂબ દુ:ખ દાયક છે કે, તમે તે હિંદુઓની ભાવનાનું સમ્માન કર્યું નહી, જે છેલ્લા 2000 વર્ષથી ઇસ્લામના આતંકવાદનો શિકાર થતાં રહ્યાં છે. તમારા પર શર્મ છે.

અતુલ કોચર દુબઇની જેડબલ્યૂ મેરિયટ માર્કિસ હોટલમાં રંગ મહેલ રેસ્ટોરન્ટનો સ્ટાર શેફ છે. તેમણે પોતાના રિ-ટ્વીટ બાદ લખ્યું કે, મારા ટ્વીટમાં કોઇ વ્યાજબીપણૂં નથી. તેમાં એક ભૂલ છે. હું સંપૂર્ણપણે મારી ભૂલ ઓળખી ગયો છું કે, ઇસ્લામ લગભગ 1400 વર્ષ પહેલાં આવ્યા છે. આ ભૂલ માટે હું અફસોસ વ્યક્ત કરૂ છું.

જે બાદ અતુલ કોચરે આ બંન્ને ટ્વીટ ડિલિટ કરી અને માફી માંગતા લખ્યું કે, હું મારા મુસ્લિમ દોસ્તો અને સમુદાયોની હાલમાં જ કરેલાં ટ્વીટ માટે માફી માગું છું. આ ઘટના બાદ હોટલના જનરલ મેનેજરે કહ્યું કે, શેફ અતુલ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ તેમનો એગ્રીમેન્ટ રદ્ કરી દેવામાં આવ્યો છે. તેઓ હવેથી અમારી સાથે કામ નહી કરે.

Post Comments