Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકામાં ભારતીય મૂળના એકટિવિસ્ટની ધરપકડ: દેશનિકાલ કરી વતન ટ્રિનિદીદ મોકલાશે

- રધુવીર સામે ૧૬ વર્ષ પહેલાં ફ્રોડ કેસ થયો હતો

- ઇમિગ્રેન્ટ અધિકાર કાર્યકર્તા રવિ રધુવીરના સમર્થનમાં અનેક લોકો રસ્તા પર આવ્યા

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE)ના રાબેતા મુજબની ચેકિંગ દરમિયાન  ભારતીય મૂળના ટ્રિનિદાદ એન્ડ ટોબેગોના નાગરિક તેમજ જાણીતા ઇમિગ્રેન્ટ કાર્યકર્તા રવિ રધુવીરની આજે ધરપકડ કરવામાં આવી હતી અને તાત્કાલિક અમેરિકા છોડી દેવા ઓર્ડર કરાયો હતો જેના કારણે ન્યુયોર્કમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભારતીય અમેરિકનો સહિત મોટી સંખ્યામાં તેમના સમર્થકો જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી તે જેકોબ જેવિટ્સ ફેડરલ બિલ્ડીંગ પાસે ભેગા થયા હતા.

૧૯૯૧માં વિઝિટર વિઝા પર ટ્રિનિદાદ એન્ડ ટોબેગોથી અમેરિકા આવેલા રઘુવીર ૧૯૯૪માં અમેરિકાના કાયદેસરના રહેવાસી બની ગયા હતા. તેઓ એમવીયસીના ન્યુ કેંકચુરી કોલિએશનના ડાયરેકટર છે. જોતજોતામાં સેંકડો લોકો  ફેડરલ ઇમિગ્રેશન બિલ્ડીંગ બહાર ભેગા થઇ ગયા હતા અને રઘુવીર પ્રત્યે પોતાની સોલિડરિટી દર્શાવી હતી. ન્યુયોર્ક ઇમિગ્રેશન કોલિએશન અનુસાર રઘુવીરને લગભગ એક દાયકા પહેલાં દેશ છોડી જવાનો ઓર્ડર આપ્યો હતો.તેમની સામે વાયર ફ્રોડનો ૧૬ વર્ષ જુનો કેસ હતો.

વર્ષ ૨૦૦૬માં તેમને રિમુવલ પ્રક્રિયામાં મૂકવામાં આવ્યા હતા અને ફેબુ્રઆરી, ૨૦૦૮માં છુટયા પહેલાં ૨૨ મહિના સુધી ઇમિગ્રેશન અટકાયતમાં હતા. ઇમિગ્રેશન અટકાયત અને ત્યાંથી છુટયા પછી પણ રઘુવીરે ટિેન્શન,ડિપોર્ટેશન રોકવા અને અનેક લોકોને રાહત મળે એ માટે અથાગ પ્રયાસો કર્યા હતા. અગાઉ આઇસીઇના અધિકારીઓએ રઘુવીરને રિમુવલ પર મનાઇ ફરમાવી હતી જેની મુદ્દત ગયા સપ્તાહે પુરી થઇ હતી.

૨૦૧૭માં  ન્યુયોર્ક સ્ટેટ એસોસિએશન ઓફ બ્લેક એન્ડ પ્યુરટો રિકન લેસ્લેચર દ્વારા તેમને ઇમિગ્રેશન એકેસલેન્સ એવોર્ડ અનાયત કરાયો હતો. અનેક વખતે તેમના કેસ કોર્ટમાં ચાલ્યા હતા જ્યાં દરેક વખતે  એમ જ કહેવામાં આવ્યું હતું કે રઘુવીરને અમેરિકામાં રહેવાનો કોઇ જ હક નથી. એમ  ICE દ્વારા કહેવામાં આવ્યું હતું.

Post Comments