Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાલુ વર્ષમાં ભારતે અમેરિકા પાસેથી વિક્રમજનક ૧.૫ કરોડ બેરલ ક્રૂડ ખરીદ્યું

- અમેરિકાના દબાણને પગલે ભારતે ઇરાન પાસેથી ઓઇલની ખરીદી ઘટાડી

- ૨૦૧૭માં ભારતે અમેરિકા પાસેથી ૮૦ લાખ બેરલ ક્રૂડ ખરીદ્યું હતું

- એપ્રિલમાં અમેરિકાએ વિશ્વના દેશોમાં દૈનિક ૧૭.૬ કરોડ બેરલ ક્રૂડની નિકાસ કરી હતી : ભારતે ઇરાન અને વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદી ઘટાડીને અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી વધારી

હ્યૂસ્ટન/ નવી દિલ્હી, તા. ૧૨ જુલાઈ 2018, ગુરુવાર

ભારતે જૂન મહિનામાં અમેરિકા પાસેથી વિક્રમજનક ઓઇલની ખરીદી કરી છે. ચાલુ વર્ષના જૂનમાં અમેરિકા પાસેથી કરાયેલી ક્રૂડની ખરીદી ગયા વર્ષની સરખામણીમાં બમણી છે. ભારતે ઇરાન અને વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદી ઘટાડીને અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી વધારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગી દેશોને નવેમ્બર સુધીમાં ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દેવાની અપીલ કરી છે. જેના પગલે ભારત ઇરાન પાસેેથી ક્રૂડની ખરીદી ઘટાડીને અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી વધારી રહ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા ક્રૂડનો અગ્રણી નિકાસકાર બની ગયો છે. એપ્રિલ મહિનામાં અમેરિકાએ દૈનિક ૧૭.૬ બેરલ ક્રૂડની નિકાસ કરી હતી.

બીજી તરફ જુલાઇ સુધીમાં અમેરિકાએ ભારતમાં ૧.૫ કરોડ બેરલ ક્રૂડની નિકાસ કરી છે. ૨૦૧૭માં અમેરિકાએ ભારતને ૮૦ લાખ બેરલ ક્રૂડ વેચ્યું હતું.

જો ચીન અમેરિકાથી આયાત થતા ક્રૂડ ઓઇલ પર આયાત ડયૂટી વધારશે તો અમેરિકા ભારતમાં ક્રૂડ ઓઇલની વધુ નિકાસ કરશે.

બીજી તરફ ભારતની ઇરાનમાંથી થતી ક્રૂડની દૈનિક ખરીદી જૂનમાં ઘટીને ૫,૯૨,૮૦૦ બેરલ થઇ ગઇ હતી. જે મે મહિનાની સરખામણીમાં ૧૬ ટકા ઓછી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ફાઇનાન્સ વિભાગના વડા એ કે શર્માએ જણાવ્યું છે કે ઓછી પડતરને કારણે અમેરિકામાંથી ઓઇલની આયાત વધારવામાં આવી રહી છે. જો ચીન અમેરિકામાંથી ઓઇલની ખરીદી ઘટાડશે તો ભારત અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં ક્રૂડની ખરીદી કરશે.

ઇરાનમાંથી ક્રૂડની ખરીદી ઘટાડવી અયોગ્ય, મોદી 'પેપર ટાઇગર' : કોંગ્રેસ
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૨
અમેરિકો દબાણને પગલે ઇરાનમાંથી ક્રૂડની ખરીદી ઘટાડવા બદલ કોંગ્રેસે સરકારની ટીકા કરતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેપર ટાઇગર છે. જૂન મહિનામાં ભારતની ઇરાનમાંથી ક્રૂડની આયાતમાં ૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગીલે જણાવ્યું છે કે ઇરાનમાંથી ઓઇલની આયાત ઘટાડવાના સરકારના નિર્ણય પરથી સાબિત થાય છે કે વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ ગૂંચવણભરી છે.

Post Comments