Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થાઈલેન્ડની જે ગુફામાં ૧૨ બાળકો ફસાયા હતા ત્યાં હવે મ્યુઝિયમ બનશે

- અદ્વિતીય રેસ્ક્યુ ઓપરેશનની યાદ તાજી રાખવા સરકારનો નિર્ણય

- ઓપેરન હેમખેમ પાર પાડયા પછી વોટરપંપ ખરાબ થઈ જતા ૨૦ બચાવકર્મીઓ ગુફામાં ફસાયા : તમામ ભયમુક્ત હોવાની જાહેરાત

માઈ સાઈ, તા. ૧૨ જુલાઈ 2018, ગુરુવાર

અદ્વિતીય રેસ્ક્યુ ઓપરેશન સફળ થયા પછી હવે એ ગુફાને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. થાઈલેન્ડ સરકારના કહેવા પ્રમાણે આ અદ્વિતીય સાહસને હંમેશા યાદ રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. ગુફામાં આ ઓપરેશનનો ઘટનાક્રમ ગોઠવવામાં આવશે.

આખા ય ઓપરેશનના વડા રહેલા નારોન્ગસાક ઓસોટ્ટાનાકોર્ને એક સત્તાવાર નિવેદનમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે જે સ્થળે સાહસનું જીવતું જાગતું ઉદાહરણ સર્જાયું હતું તે સ્થળે હવે સંગ્રહાલય બનાવાશે. આ ઘટના વિશ્વમાં જીવન અને મરણ વચ્ચેના જંગમાં જીવન અને માનવીય પ્રયાસોની જીત તરીકે યાદ રહેશે. એ ઘટના હંમેશા યાદ રહે અને પ્રવાસીઓને એ ઘટનામાંથી પ્રેરણા મળતી રહે તે માટે આખો ઘટનાક્રમ આવરીને મ્યુઝિયમ બનાવાશે અને તેમાં સંકળાયેલા સાહસિકોનો ખરા અર્થમાં આભાર માનવામાં આવશે.

થાઈલેન્ડ સરકારના કહેવા પ્રમાણે આ સંગ્રહાલય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. જે સ્થળે ૧૨ બાળકો ફસાયા હતા અને જે રીતે તમામ બાળકોને ૧૮ દિવસ પછી હેમખેમ બહાર કઢાયા હતા તે ઘટના અદ્ભૂત અને અદ્વિતીય હતી. એ ઘટના હંમેશા માનવજાતને યાદ રહે તે હેતુથી આખા સ્થળને મ્યુઝિયમ તરીકે વિકસાવાશે. આ સ્થળે ડાઈવર્સ અને ફૂટબોલ ટીમના ૧૨ કિશોરવયના ખેલાડીઓ ઉપરાંત તેમના કોચ વિશે વિગતવાર માહિતી અપાશે. એટલું જ નહીં, રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ પામેલા એક જવાનને પણ શ્રદ્ધાંજલિ અપાશે.

દરમિયાન ગુફામાં હજુ ય ૨૦ બચાવકર્મીઓ ફસાયા છે. સત્તાવાર અહેવાલમાં કહેવાયું હતું કે કોચ સહિતના તમામને ગુફામાંથી બહાર લઈ અવાયા તે પછી વોટરપંપમાં ગરબડ સર્જાઈ હતી. બે ચેમ્બર્સ વચ્ચે આવન-જાવન શક્ય બને તેમ ન હોવાથી તે અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ટૂંક સમયમાં તમામ ૨૦ બચાવ સાહસિકો બહાર આવી જશે અને તેમના ઉપર કોઈ જ જોખમ નથી એવી જાહેરાત કરીને સરકારે ધરપત બંધાવી હતી.

Post Comments