Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દક્ષિણ આફ્રિકામાં ઝુલુ કિંગ પહેલી વાર પોતાના મહેલમાં દિવાળી ઉજવશે

- સાતમી ઓકટોબરની ઉજવણી ભારતીય અને ઝુલુ સમુદાયની નજીક લાવવાનો પ્રયાસ

(પીટીઆઇ)    જોહાનિસબર્ગ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ભારતીય અને ઝુલુ સમુદાય વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી તંગદીલીને દૂર કરવાના પ્રયાસના એક ભાગરૃપે પહેલી જ વાર ઝુલુ  કિંગ પોતાના મહેલમાં દિવાળીની ઉજવણી કરશે. સાતમી ઓકટોબરની દિવાળીની ઉજવણીનું આયોજન ૬૯ વર્ષના ઝુલુ રાજા ગુડવિન ઝ્વાલીથી દ્વારા જેને ઝુલુ દેશના રાજકુમાર બનાવવામાં આવ્યા હતા તે  દક્ષિણ આફ્રિકાના  વેપારી ઇશ્વર રામલુલચમનના નેતૃત્વ હેઠળના  શિવાનંદ વર્લ્ડ પીસ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરાશે.

નોનમોગા જેવા ગ્રામીણ વિસ્તારમાં મહેલમાં યોજાનારા ચાર કલાકના કાર્યક્રમમાં હિન્દુ અને ઝુલુ સમુદાયના સાંસ્કૃત્તિક ગીતો અને ડાન્સનો સમાવેશ થશે.
'દિવાળીમાં સ્વતંત્રતા, તહેવાર અને મૈત્રિભર્યા વાતાવરણની સુવાસ હોય છે. આ તહેવાર સૌના માટે આનંદ અને એકતા લઇને આવે છે. લોકોના દિલમાં પરોપકારી પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા ભરી દે છે. તેઓ એકબીજાને મળે છે અને પ્રેમથી ભેટે છે. દિવાળી લોકોને એક કરવાનો તહેવાર છે'એમ કહીને ગુડવિન ઝ્વાલીથીએ લોકોને સાથે મળીને દિવાળી ઉજવવા હાકલ કરી હતી.'તમામ સમુદાયોએ એક બીજાની ધર્મ અને રાષ્ટ્રીયતાને સન્માન આપવો જોઇએ. આ ઉજવણી ઐતિહાસિક એટલા માટે છે કે  શાહી મહેલમાં કરાશે'એમ ઝુલુના રાજા એ કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ' ઝુલુનાતાલના  રાજા તરીકે મારા સામ્રાજ્યના લોકો સાથે દિવાળી મનાવતા મને આનંદ થશે, ખાસ કરીને મારા હિન્દુ ભાઇઓ અને બહેનો સાથે'એમ તેમણે એક નિવેદનમાં કહ્યું હતું.

રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં રહેતા ભારતીય સમુદાયના લોકો દ્વારા મૂળ નાગરિકોનું શોષણ કરવામાં આવે છે તેવા  અશ્વેત સમુદાયમાં કેટલાક લોકો દ્વારા કરાતા આક્ષેપોને દૂર કરવા ઝ્વાલીથીએ આ ઉજવણીનું આયોજન કર્યું હતું.

Post Comments