Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓમાનમાં મોદીએ ભારતના પત્થરોથી બનેલી મસ્જિદની મુલાકાત લીધી

- મસ્કતની મસ્જિદમાં ભારતના ૩ લાખ ટન પત્થરો

- મોદીએ મસ્કતમાં ગુજરાતી વેપારીઓએ બનાવેલા ૨૦૦ વર્ષ જૂના શિવમંદિરના દર્શન કર્યા

મસ્કત, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

ઓમાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી મોટી મસ્જિદની મુલાકાત લીધી હતી. એ મસ્જિદમાં ભારતના ૩ લાખ ટન પથ્થરો વપરાયા હતા. તો ગુજરાતી વેપારીઓએ બનાવેલા ૨૦૦ વર્ષ જૂના શિવમંદિરના દર્શન પણ તેમણે કર્યા હતા.

ઓમાનની યાત્રા દરમિયાન મોદીએ મસ્કતમાં આવેલી સુલતાન કબૂસ મસ્જિદની મુલાકાત કરી હતી. આ મસ્જિદ ઓમાનની સૌથી મોટી મસ્જિદ છે અને એમાં ભારતમાંથી મંગાવાયેલા ૩ લાખ ટન પથ્થરો વપરાયા હતા. ભારતની મોકલાયેલા એ પથ્થરોનું ઘડતર પણ ભારતના જ ૨૦૦ કારીગરોએ કર્યું હતું એવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું.

એ પછી વડાપ્રધાન મોદીએ ગુજરાતી વેપારીઓ દ્વારા બનેલાં શિવમંદિરના પણ દર્શન કર્યા હતા. કહેવાય છે કે કચ્છી વેપારીઓએ મોતીશ્વર મંદિર બંધાવ્યું હતું. જેમાં શિવલિંગ ઉપરાંત હનુમાનજીની મૂર્તિ સ્થાપવામાં આવી છે. મંદિરમાં એક કૂવો છે તે સ્થાનિક લોકો માટે ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. રણની વચ્ચે આવેલા આ મંદિરમાં ગમે એટલો તાપ પડે તેમ છતાં આ કુવાનું પાણી ક્યારેય સુકાતું નથી.

સ્થાનિક ભારતીયોની આસ્થા દાયકાઓથી આ મંદિર સાથે જોડાયેલી રહી છે. ઓમાનમાં રહેતા ભારતીયો માટે આ મંદિર એકતાનું પ્રતીક છે. મંદિરના કાર્યક્રમો આખો ભારતીય સમુદાય એક થઈને ઉજવે છે. મહાશિવરાત્રી દરમિયાન લગભગ ૨૦-૩૦ હજાર શ્રદ્ધાળુઓ મંદિરમાં એકઠા થાય છે.

Post Comments