Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.ના ચૂંટણી પંચની બદનક્ષી બદલ ઇમરાન ખાનની ધરપકડ કરવાની માગ

- પાકિસ્તાન ચૂંટણી પંચ પૂર્વગ્રહ રાખીને વર્તતું હોવાનો ખાને આક્ષેપ કર્યો હતો

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાને પાકિસ્તાનના ચૂંટણી પંચ  પર પૂર્વગ્રહ પૂર્વક વર્તતા હોવાનો આક્ષેપ કરતાં  પંચે મુખ્ય વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવા માગ કરી હતી.  પાંચ સભ્યોના નેતૃત્વ હેઠળના પંચે ૬૪ વર્ષના ખાન સામે બિન જામીન પાત્ર સમન્સ જારી કર્યો હતો અને  ૨૬ ઓકટોબરે તેની સુનાવણી માટે તેને લાવવાનો ઓર્ડર પણ કર્યો હતો.

દરમિયાન ખાનના પાકિસ્તાન તેહરિક એ ઇન્સાફ પક્ષે ક્હ્યું હતુ ંકે તેઓ આ ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારશે.જો કે તેમના પક્ષે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી જેના કારણે ૨૦ સપ્ટેમ્બરે જામીન પાત્ર વોરન્ટને સસ્પેન્ડ કર્યો હતો. અગાઉની સુનાવણીમાં ખાને પોતાના વકીલ મારફતે આપેલા જવાબમાં કહ્યું હતું કે અપમાનજનક ટીપ્પણી બદલ  તેમના અગાઉના વકીલે માગેલી માફીને પુષ્ટી આપે છે.

તેમણે ઉમેર્યું હતું કે  અદાલતના અપમાનની વાત હવે ભૂતકાળ બની ગઇ છે અને તે પ્રકરણ બંધ થઇ ગયું છે. ત્યાર પછી તેમના વકીલે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે ૨૪ સપ્ટેમ્બરે જારી કરેલા સમન્સને તેઓ પાછો ખેંચી લે. પંચે ૨૪ જાન્યુઆરીએ ઇમરાન ખાનને પંચ અંચે કૌભાંડી ટીપ્પણી કરી હતી તે બદલ નોટીસ મોકલી હતી.

ઇમરાનના પક્ષ સામે વિદેશી ભંડોળ કેસની અરજી કરનાર અકબર બાબરે પંચે જાણ કરી હતી કે ખાને પંચ પર પૂર્વાગ્રહયુક્ત વ્યવહાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

Post Comments