Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાફિઝ સઇદે ૧૯૯૦માં બ્રિટનની મુલાકાત લઈ મુસ્લિમોને ઉશ્કેર્યા હતા : અહેવાલ

- બીબીસીની તપાસમાં પર્દાફાશ થયો

- હાફિઝે બર્મિંગહામ, ગ્લાસગો અને લાઇસેસ્ટરની મસ્જિદોમાં સભા ભરી જિહાદી પ્રવચનો કરેલા

(પી.ટી.આઇ.)    લંડન, તા. ૧૦ જાન્યુઆરી 2018, બુધવાર

પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ તૈયબાના વડા અને મુંબઈ ૨૦૦૮ના હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદે ૧૯૯૦ના સમયગાળામાં બ્રિટનનો પ્રવાસ કરીને મુસ્લિમોને જિહાદ માટે ઉશ્કેર્યા હતા તેમ એક અહેવાલમાં જણાવાયું છે.

બીબીસીની તપાસમાં જણાયું હતું કે, વિશ્વના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી સઈદે ૧૯૯૫માં બ્રિટનનો પ્રવાસ કરીને મસ્જિદોની મુલાકાત લીધી હતી. તેના પ્રવાસની વિગતો તોયબાના મુખપત્રમાં પણ પ્રસિદ્ધ થઈ હતી.

પ્રવાસ દરમિયાન હાફિઝે બર્મિંગહામમાં હિન્દુ વિરોધી ભાષણ કરીને શ્રોતાઓને જિહાદનું આહ્વાન કર્યું હતું. સાઇસેસ્ટરમાં યોજાયેલી કોન્ફરન્સમાં હાફિઝને સાંભળવા ૪૦૦૦ યુવાનો એકઠા થયા હતા તેમ બીબીસી રેડિયો ફોર ડોક્યુમેન્ટરી 'ધ ડોન ઓફ બ્રિટિશ જિહાદ'માં જણાવાયું છે. બીબીસીના પ્રોગ્રામર સાજિદ ઇકબાલે જણાવ્યું હતું કે, હાફિઝે સતત જિહાદની જ વાતો કરીને બ્રિટનના મુસ્લિમોને ઉશ્કેર્યા હતા.

ગ્લાસગોની કેન્દ્રિય મસ્જિદમાં હાફિઝે મોટી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુસ્લિમોના પવિત્ર યુદ્ધ જિદાહને તોડી નાખવા ઝિયોનિસ્ટ અબજો ડોલર વાપરે છે ? તેઓ મુસ્લિમોને લોકશાહીના રાજકારણમાં લઈ જવા માગે છે અને મુસ્લિમો હંમેશા દેવાદાર રહે તેવી આર્થિક નીતિ ઘડે છે.

ડોક્યુમેન્ટરીના પ્રોડયુસરે ગ્લાસગોની મસ્જિદે હાફિઝ માટે દરવાજા ખોલ્યા તે વાતનું આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ૧૯૯૫માં હાફિઝ આતંકી તરીકે પ્રખ્યાત હતો. ગ્લાસગોની મસ્જિદે આ અંગે મૌન સેવ્યું હતું.

Post Comments