Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પની કોમ્યુનિકેશન ટીમમાં મહત્વના પદે ગુજરાતી મૂળના અમેરિકનની પસંદગી

- ૩૨ વર્ષના રાજ શાહ વ્હાઇટ હાઉસનું આમંત્રણ પામનાર જુજ લોકો પૈકીના એક હતા

(પીટીઆઇ)     વોશિંગ્ટન,  તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ડોનાલ્ટ ટ્રમ્પના જાણીતા સહાયક પૈકીના એક ગુજરાતી મૂળના રાજ શાહને અમેરિકન પ્રમુખ  દ્વારા  તેમની કોમ્યુનિકેશન ટીમના એક મહત્વના સભ્ય તરીકે નિમવામાં આવ્યા હતા. અમેરિકાના ૪૫માં  પ્રમુખ બનનાર કરોડપતિ ટ્રમ્પ પ્રમુખ બન્યાના થોડી કલાકોમાં જ ૩૨વર્ષના શાહ વ્હાઇટ હાઉસમાં પહોંચનાર મુઠ્ઠીભર લોકોમાં પ્રથમ હતા. અગાઉ તેમણે નાયબ સહાયક અને  નાયબ સંદેશા વ્યવહાર ડાયરેકટર તરીકે સેવા આપી હતી.

 એપ્રીલમાં શાહને હોપ હિક્સ અને એલી મિલર સાથે વ્હાઇટ હાઉસમાં વેસ્ટ વિંગમાં ત્રણ શક્તિશાળી વ્યક્તિઓ પૈકીના એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.' રાજ શાહ પ્રમુખના નાયબ સહાયક અને  અગ્ર નાયબ પ્રેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે'એમ વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ટ્રમ્પે તેમના વિશ્વાસપાત્ર હોપ હિસ્કને  કોમ્યુનિકેશન ડાયરેકટર તરીકે નિમ્યા હતા. રાજ શાહ વ્યાઇટ હાઉસમાં આવ્યા તે પહેંલા રિપબ્લીકન નેશનલ કમીટીમાં ઓપોઝિશન રિસર્ચમાં હતા. ટ્રમ્પના પ્રમુખપદના હરિફ હિલેરી સામેના તથ્યો શોધવા માટેની ટીમના તેઓ નેતા હતા. પ્રમુખપદની ચૂંટણીના પ્રચારમાં હિલેરી વિરૃધ્ધની ઝુંબેશમાં તેઓ અગ્રીમ હરોળમાં હતા. કનિકટીકટમાં જન્મેલા રાજ શાહના માતા-પિતા ગુજરાતના છે અને એંસીના દાયકામાં તેઓ અમેરિકા આવ્યા હતા. તેમના માતા ભુજપર,કચ્છના છે.

Post Comments