Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જનરલ ઇલેક્ટ્રિક એક અબજ ડોલર બચાવવા દુનિયાભરમાં ૧૨ હજારની છટણી કરશે

- સ્વિત્ઝર્લેન્ડ-જર્મનીના કર્મચારીઓને સૌથી વધુ અસર થશે

- પાવર સેક્ટર માટે ૨૦૧૮નું વર્ષ પણ પડકારજનક રહેવાની કંપનીની ધારણા

ઝયુરિચ, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

પાવર બિઝનેસની નફાકારતા વધારવા માટે જનરલ ઇલેક્ટ્રિકે ૧૨૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કંપનીના એક અબજ ડોલર બચશે. અમેરિકાની આ કંપનીનું માનવું છે કે પાવર સેક્ટર માટે ૨૦૧૮નું વર્ષ પણ પડકારજનક રહેશે.કંપનીના આ નિર્ણયની સૌથી વધુ અસર સ્વીટ્ઝરલેન્ડ અને જર્મનીના કર્મચારીઓ પર પડશે.

જીઇ પાવરના વડા રસેલ સ્ટોક્સે જણાવ્યું છે કે આ નિર્ણય પીડાદાયક છે પણ જીઇ પાવર માટે આ નિર્ણય લાભદાયી સાબિત થશે.  નિર્ણયને કારણે સ્વીટ્ઝરલેન્ડમાં જીઇ પાવરના ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. જ્યારે જર્મનીમાં કુલ સ્ટાફના ૧૬ ટકા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવશે.

જીઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે આ સંદર્ભમાં મજૂર નેતાઓ સાથે મંત્રણા શરૃ કરી દીધી છે. ધનવાન દેશોમાં નવા થર્મલ પ્લાન્ટની રચના કરવાની માગ તદ્ન ઘટી ગઇ છે. ગયા વર્ષે જનરલ ઇલેક્ટ્રિકના સીઇઓ જોહ્ન ફલેનરીએ માગમાં ઘટાડો કરવાને પગલે નોેકરીમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. જીઇના પ્રતિસ્પર્ધી સિમેન્સે પણ ૬૯૦૦ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી.

Post Comments