Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંગાપોરમાં પહેલી વાર મહિલા પ્રમુખ બન્યા, એ પણ ચૂંટણી વગર !

- મુસ્લિમ મલય સમુદાયના ૬૩ વર્ષીય હલીમા યાકુબ સંસદના પૂર્વ સ્પીકર હતા

- બિન હરિફ ચૂંટાતા સોશિયલ મીડિયા પર ટીકા

સિંગાપોર, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
વહીવટી તંત્રના એક બાહોશ મહિલાને સિંગાપોરના પ્રથમ મહિલા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને તે પણ વગર ચૂંટણીએ, જો કે તેમની પસંદગીના કારણે સોશિયલ મિડીયામાં તેમની ખૂબ ટીકા પણ કરવામાં આવી હતી. લોકોએ કહ્યું હતું કે તેમની પસંદગી બિન લોકશાહી ઢબે કરાઇ હતી.મુસ્લિમ મલય સમુદાયના ૬૩ વર્ષના હલીમા યાકુબ સંસદના પૂર્વ સ્પીકર છે અને મોટાભાગે માત્ર શોભાના આ પદ માટે તેમને ચૂંટી કાઢવા માટે તેમના હરિફ માટે નિયમો ખૂબ કૃક બનાવી દેવામાં આવ્યા હતા.

પહેલી જ વાર એવું બન્યું નથી કે મોટાભાગે એક જ પક્ષ દ્વારા દાયકાઓ સુધી શાસનમાં રહેનાર દેશમાં સરકારે કોઇ હરિફને  પ્રમુખપદ માટે ગેરલાયક ઠેરવ્યો હોય. તેમણે ચૂંટણીને બિન જરૃરી બનાવી દીધી હતી. પહેલી જ વાર કોઇ વંશિય સમુદાય માટે પ્રમુખપદને અનામત રાખવામાં આવ્યો હતો. પરિણામે લોકોમાં અસંતોષ હતો. આ કેસમાં મલય સમુદાયને પસંદ કરાયો હતો. ચૂંટણી વગર જ આ હોદ્દા પર તેમને બેસાડી દેવામાં આવતા લોકો વધુ ગુસ્સે ભરાયા હતા.

 માથે સ્કાર્ફ પહેરતા ૬૩ વર્ષના હલીમા પર સોશિયલ મીડિયામાં ભારે ટીકા કરવામાં આવી હતી. એક જણે ફેસબુક પર લખ્યું હતું ' ચૂંટણી વગર જ ચૂંટાયા. શું મજાક છે' એક અન્ય જણે લખ્યું હતું કે 'હું તો હવે પછી  તેમને પ્રેસિડેન્ટ ઇલેક્ટ જ કહીશ'. તો કેટલાકે હેંશટેંગ કરીને લખ્યું હતું 'મારા પ્રમુખ નહીં'. શાસક પીપલ્સ એકશન પાર્ટીના લગભગ બે દાયકાઓ સુધી સાંસદ રહેલા હલીમા યાકુબે પ્રમુખપદ માટે સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું.તેમણે પોતાની વરણી પછી ભાષણ આપતા શંકાઓનો જવાબ આપ્યો હતો.

 તેમણે કહ્યું હતું કે 'હું દરેક માટે પ્રમુખ છું. જો કે આના માટે ચૂંટણી થઇ નહતી, છતાં તમારી સેવા કરવાની મારી પ્રતિબધ્ધતા તો પહેલાં જેવી જ રહેશે. વંશિય ચીનાઓના પ્રભુત્વ વાળા દેશમાં ૫૫ લાખની વસ્તીના શહેર-દેશમાં સૌહાર્દ અને સમભાવ કેળવાય તેના પ્રયાસોના એક ભાગરૃપે સત્તાવાળાઓએ  માત્ર મલય સમુદાયમાંથી ઉમેદવાર પસંદ કર્યો હતો. સિંગાપોર દેશના વડા પાસે મર્યાદિત સત્તા હોય છે. પરંતુ સ્થાપિત વ્યક્તિ આ હોદ્દા પર હોય છે ત્યારે ભાગ્યે જ વિવાદ કે તંગદીલી હોય છે.

Post Comments