Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.માં દુલ્હાએ રૃ. ૨૫ લાખના સોનાના જુતા, ટાઇ અને કપડાં પહેરી નિકાહ પઢ્યા

- લાહોરના વેપારી સલમાને રિસેપ્શનમાં રૃ.૬૩ હજારનો સ્યુટ, પાંચ લાખની ટાઇ પહેરી

- ધન-દોલત-સોનું તો પગની ધુળ છે,એની એની જગ્યા ત્યાંજ,માથા પર નહીં:વરરાજાની ફિલોસોફી

લાહોર, તા.15 એપ્રિલ 2018, રવિવાર

ભારતીય ઉપ-ખંડ જાહોજલાલી ભર્યા અને શાહીઠામાઠના લગ્ન માટે જાણીતો છે. મોટાભાગની પ્રજાને સોના સાથે અપાર પ્રેમ હોય છે,પરંતુ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન કરવા ગયેલા એક દુલ્હાએ તો રૃપિયા ૧૭ લાખના સોનાના જુતા પહેર્યા હતા અને સોનાનો સ્યુટ બનાવ્યો હતો. લાહોરના એક વેપારી એવા સલમાન શાહીદે વલીમામાં કોઇ જ કસર બાકી રાખી ન હતી. દુલ્હન અને તેના પરિવારને પ્રભાવિત કરવા એણે  જરાય કસર છોડી નહતી. એના સ્યુટમાં મેચીંગ ક્રિસ્ટ અને જ્વેલ્સ હતા.

એમ કહેવામાં આવ્યું હતું કે  દુલ્હાનો સ્યુટ  રૃપિયા ૬૩૦૦૦ હજારનો અને એણે જે જુતા પહેર્યા હતા તે સાત લાખના હતા જેમાં ૩૨૦ ગ્રામ સોના ઉપરાંત હીરા અને માણેક જડયા હતા. દુલ્હાના આઉટફિટની કુલ કિમંત રૃપિયા ૨૫ લાખ થઇ હોવાનું કહેવાતું હતું. રિસેપ્શનમાં આટલો દેખાડો શા માટે કરો છો? એવું પૂછાતા સલમાને કહ્યું હતું કે એને પહેલાંથી જ સોનાના જુતા પહેરૃં છું. લોકો ગળાની આસપાસ સોનાની ચેન પહેરે છે પણ હું એના જુતા બનાઉં છું.હું લોકોને એ કહેવા માગું છું કે જુઓ ધન-દોલત તો મારા પગમાં છે અને એના જગ્યા એ જ છે.દુલ્હાના આઉટફિટને સોશિયલ મિડીયામાં અનેક લોકોએ જોયો અને વાયરલ થયો છે.અનેક લોકોએ વિવિધ પ્રતિભાવ આપ્યા હતા.

ઇન્સટાગ્રામમાં એક યુઝરે લખ્યું હતું 'એક જુતો વેચીને કોઇ પોતાની સર્જરી કરાવી શકે છે' તો બીજાએ લખ્યું હતું 'મારે એ જોવું છે કે જો વરરાજા આવા નખરા કરતો હોય તો વધુએ શું પહેર્યું હશે? વરરાજાએ જે ટાઇ પહેરી હતી તેની કિંમત હતી રૃપિયા પાંચ લાખ. આટલી સાહેબી જો છલકાતી હોય તો એની સુરક્ષા પણ કરવી જોઇએ, એમ વિચારીને એણે અનેક બોડીગાર્ડ પણ રાખ્યા હતા.

પણ લાખ રૃપિયાનો સવાલ એ છે કે શું જુતા ચુરાઈની રસમ કરવામાં આવી હતી કે કેમ?

Post Comments