Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોનાલ્ડ ટ્રમ્પ નૈતિક રીતે અમેરિકાના પ્રમુખ તરીકે અયોગ્ય : જેમ્સ કોમે

- ટ્રમ્પે ૨૦૧૭માં જેમ્સ કોમેને FBIમાંથી હટાવ્યા હતા

- રશિયા ભવિષ્યમાં ટ્રમ્પને બ્લેકમેઈલ કરશે તેવો ભય પણ જેમ્સે વ્યક્ત કર્યો

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.16 એપ્રિલ 2018, સોમવાર

FBIના પૂર્વ વડા જેમ્સ કોમે એબીસી ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ પદ માટે અયોગ્ય ગણાવ્યા હતા. રશિયા ટ્રમ્પના અનેક રહસ્યો જાણે છે એટલે ભવિષ્યમાં રશિયા ટ્રમ્પને બ્લેકમેઈલ પણ કરશે એવી શંકા જેમ્સે વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે FBIના વડા તરીકે કાર્યરત જેમ્સ કોમેને હટાવી દીધા હતા. તે પછી અનેકાનેક અટકળો વહેતી થઈ હતી. ટ્રમ્પને જેમ્સની કામ કરવાની પદ્ધતિ યોગ્ય લાગી ન હતી. કારણ કે જેમ્સે અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ સક્રિય ભૂમિકા ભજવી છે કે નહીં તેની તપાસ કરવાનું જાહેર કર્યું હતું.

એ પછી હવે જેમ્સે પહેલી વખત ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ તરીકે અયોગ્ય ગણાવ્યા હતા. અમેરિકન મીડિયા કંપની એબીસી ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં જેમ્સ કોમેએ ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ટ્રમ્પ માનસિક રીતે અમેરિકાના પ્રમુખ બનવા માટે અયોગ્ય છે.

જેમ્સે ટ્રમ્પને ખોટા માણસ કહીને ઉમેર્યું હતું કે ટ્રમ્પ મહિલાઓને એક માંસની ટૂકડાની જેમ ટ્રીટ કરે છે. FBIના આ પૂર્વ વડાએ તો ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે રશિયા ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાય રહસ્યો જાણે છે ને રશિયા જરૃર પડશે ત્યારે ટ્રમ્પને બ્લેકમેઈલ પણ કરશે, જે દેશ માટે જોખમી સાબિત થશે.

જેમ્સે તો ત્યાં સુધી કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યપદ્ધતિ પારદર્શક નથી અને તે વિરોધી મત ધરાવતા અધિકારીને પદ ઉપરથી દૂર કરીને પોતાની પ્રશંસા કરતા લોકોને જ આગળ કરે છે. તેણે ટ્રમ્પની તુલના માફિયા બોસ સાથે કરી હતી.

Post Comments