Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજના યુગમાં એકલા જમવાની આદત પુરુષોના સ્વાસ્થ્ય માટે જોખમી

- દક્ષિણ કોરિયામાં થયેલું મહત્વપૂર્ણ સંશોધન

- નિયમિત એકલા જમતા પુરુષને બ્લડ પ્રેશરની શક્યતા ૬૪ ટકા વધારે

લંડન, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

અમેરિકામાં ૨૭ ટકા ઘરો એવાં છે કે જ્યાં એક જ વ્યક્તિ રહે છે! એકલાં રહેવાનો ટ્રેન્ડ દુનિયામાં સતત વધી રહ્યો છે. અમેરિકામાં ૧૯૨૦થી ૨૦૧૩ દરમિયાન એકલા રહેતા લોકોની સંખ્યા અંગે એક અહેવાલ તૈયાર થયો હતો. જેમાં લગભગ ૨૩ ટકાનો વધારો થયો હોવાનો દાવો થયો હતો. એકલાં રહેવાના જેટલાં દેખીતા ફાયદા છે એટલા જ ગેરફાયદા પણ સામે આવી રહ્યાં છે. દુનિયાભરમાં એવાં કેટલાંય સંશોધનો થતાં રહે છે, જે નવા નવા જોખમો સામે આંગળી ચીંધે છે. એવો જ એક અભ્યાસ સાઉથ કોરિયામાં થયો છે.

સાઉથ કોરિયામાં થયેલું એ સંશોધન એકલાં રહેવાના સંદર્ભમાં નથી, પણ એકલાં જમવાના સંદર્ભમાં છે! દરરોજ એકલાં બેસીને જમતા વ્યક્તિને લાંબાંગાળે વિવિધ બીમારી થઈ શકે છે. ખાસ કરીને દરરોજ એકલાં ભોજન લેતાં પુરુષના સ્વાસ્થ્ય ઉપર વધુ જોખમ મંડરાય છે. દરરોજ એકલાં બેસીને જમનારા પુરુષને ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનો ખતરો નિયમિત પરિવાર સાથે જમતા તેની જ ઉંમરના પુરુષ કરતા ૪૫ ટકા વધારે છે. જ્યારે બ્લડ પ્રેશરનો ખતરો તેની ઉંમરના પારિવારિક પુરુષ કરતા ૬૪ ટકા વધી જાય છે. સતત એકલાં ભોજન લેવાના કારણે પુરુષો હતાશાનો શિકાર બને એવી શક્યતા સ્ત્રીઓની તુલનાએ ૪૦ ટકા વધારે છે.

એકલા રહેતા અને હંમેશા એકલા જ ભોજન લેતા પુરુષ અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર તેની અસર એ વિષય ઉપર થયેલા આ મહત્વપૂર્ણ સંશોધનમાં એવું આશ્વર્યજનક તારણ આવ્યું હતું કે પુરુષોની તુલનાએ નિયમિત એકલી જમતી મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર એટલો ખતરો મંડરાતો નથી. સાઉથ કોરિયાની યુનિવર્સિટીએ લાંબાંગાળાના આ અભ્યાસ માટે એકલાં રહેતાં અને લગભગ દરરોજ એકલા ભોજન લેતા ૭૭૨૫ સ્ત્રી-પુરુષોને પસંદ કર્યા હતાં.

એ પછી તેમના બદલાતા સ્વાસ્થ્યનું વૈજ્ઞાાનિક વિશ્લેષણ કરાયું હતું. સ્ટડીમાં એવો જ દાવો કરાયો હતો કે એકલા ભોજન લેતાં પુરુષોમાં ભોજન ન લેવાની વૃત્તિ પણ મહિલાઓના પ્રમાણમાં વધુ હોય છે. ભોજન ટાળીને સપ્તાહમાં બે-ત્રણ ટંક ચલાવી લેવાના વલણના કારણે ય સ્વાસ્થ્ય સંબંધી કેટલીય સમસ્યાઓ થતી હોવાનું એ અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું.

Post Comments