Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રિટનમાં દાઉદની 42 હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઇ

- યુએઇ બાદ હવે બ્રિટનની પણ દાઉદ વિરૃદ્ધ કાર્યવાહી

- બ્રિટનમાં આશરે 21 જેટલા બનાવટી નામો પર દાઉદે સંપત્તિ ખરીદી હતી

- એક હોટેલ અને વૈભવી બંગલાનો પણ સમાવેશ, લંડનમાં પણ અનેક નાની મોટી સંપત્તિ

- દાઉદને બ્રિટનના અખબારે વિશ્વનો બીજો સૌથી ધની અપરાધી ગણાવ્યો

- કરાચીમાં દાઉદના ત્રણ ઘરના સરનામા પણ બ્રિટને જાહેર કર્યા

નવી દિલ્હી, તા. 13 બુધવાર, સપ્ટેમ્બર 2017
આતંકી અને ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની વિરૃદ્ધ બ્રિટન દ્વારા મોટુ પગલુ ભરવામાં આવ્યું છે. બ્રિટનમા પણ દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ છે, જેને હવે બ્રિટન સરકારે જપ્ત કરી લીધી છે.

એક બ્રિટિશ અખબારમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનમાં દાઉદ ઇબ્રાહિમ પાસે એક હોટેલ અને એક ઘર છે. જેની કિંમત આશરે 42 હજાર કરોડ રૃપિયા આંકવામાં આવી રહી છે. આ અખબારે સાથે એમ પણ દાવો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ દુનિયાનો બીજા નંબરનો સૌથી ધનવાન ગુનેગાર છે.

બ્રિટન પહેલા યુએઇમાં આશરે પંદર હજાર કરોડની દાઉદની પ્રોપર્ટી ત્યાંની સરકારે જપ્ત કરી હતી.  બ્રિટનના વાર્વિકશાયરમાં દાઉદ ઇબ્રાહિમની હોટેલ આવેલી છે. જ્યારે મિડલેંડમાં પણ તેની સંપત્તિ આવેલી છે. બ્રિટને એક યાદી પણ જાહેર કરી હતી જેમાં દાઉદ ઇબ્રાહીમના પાકિસ્તાનના કરાચીમાં ત્રણ સરનામાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કરાચીમાં જે ત્રણ સરનામાનો ઉલ્લેખ કરાયો છે તેમાં ઘર નં. 37, 30મી શેરી, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી. બીજુ ઘર કરાચીમાં જ નુરાબાદમાં આવેલુ છે. ત્રીજા ઘરને વ્હાઇટ હાઉસ નામ આપવામાં આવ્યંુ છે જે ક્લિફ્ટન વિસ્તારમાં સાઉદી મસ્જિદ પાસે આવેલું છે.

લંડનમાં પણ તેની પ્રોપર્ટી આવેલી છે જેમાં સેંટ જોન વૂડ રોડ, હોર્નચર્ચ, એસેક્સ, રિચમોંડ રોડ, ટોમ્સવૂડ રોડ, ચિગવેલ, રો હેમ્પટન હાઇ સ્ટ્રીટ, લાંસલોટ રોડ, થાર્ટન રોડ, સ્પાઇટલ સ્ટ્રીટ, ડાર્ટફર વગેરે વિસ્તારોમાં નાની મોટી અનેક પ્રોપર્ટી દાઉદ ઇબ્રાહિમના નામે છે, જોકે આ સંપત્તિ તેણે આશરે 21 જેટલા પોતાના બનાવટી નામો દ્વારા ખરીદી હતી.

Post Comments