Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ છે દુનિયાની સૌથી મોંઘી અધધ... 12 કરોડની બાઈક

- સ્વિત્ઝરલેન્ડમાં લોન્ચ થયેલી બાઈકમાં એવુ તો શું છે... વાંચો

જ્યુરીચ, તા.17.મે 2018 ગુરુવાર

બાઈકના શોખીનો માટે દુનિયાની સૌથી મોંઘી બાઈક સ્વિત્ઝરલેન્ડમાં પ્રદર્શિત કરવામાં આવી છે. જોકે આ બાઈકની કિંમત સાંભળીને ઘણા ખરા લોકોની આંખો પહોળી થઈ જશે.

હાર્લે ડેવિડસનની બ્લુ એડિશન બાઈકને જ્વેલરી કંપન બ્યુકેરર અને બાઈક સ્પેશ્યિલાસિ્ટ બન્ડનરબાઈક કંપનીની ટીમે મળીને તૈયાર કરી છે. આ બાઈકની કિંમત છે અધધ...12 કરોડ રૃપિયા. જે સત્તાવાર રીતે દુનિયાની સૌથી મોંઘી બાઈક છે.

આ બાઈકની કિંમત કરીબ 12.2 કરોડ રૃપિયા રાખવામાં આવી છે. જેને બનાવવામાં 2500 કલાકથી પણ વધારે સમય લાગ્યો છે. આ બાઈકના તમામ પાર્ટસ ગોલ્ડ પ્લેટેડ રાખવામાં આવ્યા છે. બાઈકની ફ્યુલ ટેંકની જમણી બાજુમાં એક ઘડિયાળ પણ મુકવામાં આવ છે. બાઈકના કેટલાક હિસ્સામાં પ્રીમિયમ મેટલ અને જ્વેલરીનો ઉપયોગ થયો છે. ફ્યુલ ટેંકમાં 5.40 કેરેટ ડિજલર રિંગ આપવામાં આવી છે.

એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં 1.8 લીટર એર કૂલ્ડ વી ટ્વિન એન્જિન અપાયુ છે. બાઈકના 6 ગીયર છે.બાઈકની આમ કિંમત 13 લાખ રૃપિયા છે પણ તેમાં વપરાયેલી જ્વેલરીના કારણે તેની કિંમત વધીને 12 કરોડ પર પહોંચી છે.

Post Comments