Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાઇના પાકિસ્તાન કોરિડોરમાં ભ્રષ્ટાચાર થતાં ચીને પાક.ને ભંડોળ આપવાનું બંધ કર્યું

- આતંક પછી ભ્રષ્ટાચાર મુદ્દે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનન બેઇજ્જત

- ચીને ભંડોળ રોકતા જ ઇસ્માઇલ ખાન રોડ, ખુજદાર-બસિમા રોડ અને કારાકોરમ હાઇવે બનાવવાનું કામ રાતોરાત ઠપ

ઈસ્લામાબાદ, તા. 5 ડીસેમ્બર, 2017, મંગળવાર

આતંકવાદને પોષતા પાકિસ્તાનને ખાસ મિત્ર ચીને એક ઝટકો આપ્યો છે. ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર યોજના અંતર્ગત પાકિસ્તાનમાં ત્રણ મોટા રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ત્રણેય યોજનાનું ભંડોળ પાકિસ્તાનને ચીન દ્વારા પહોંચાડવામાં આવે છે. જોકે, પાકિસ્તાનના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓએ વિદેશી ભંડોળમાં ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે ચીને પાકિસ્તાનને અપાતું તમામ ભંડોળ રોકી દીધું છે.

આતંકવાદ પછી ભ્રષ્ટાચારને લઇને પણ પાકિસ્તાન અનેકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઇ ચૂક્યું છે. આ પહેલાં વિશ્વ બેંક અને અમેરિકા દ્વારા અપાતા ભંડોળમાં પણ પાકિસ્તાની નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હેઠળ અપાતું ભંડોળ ચીને બંધ કરી દીધું એ નિર્ણયની આખા વિશ્વએ નોંધ લીધી છે.

આ નિર્ણયને પગલે પાકિસ્તાન નેશનલ હાઇવે ઓથોરિટી અંતર્ગત ચાલતી માર્ગ પરિયોજનાઓને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. ચીનના આ પગલાંથી પાકિસ્તાનની ત્રણેય પરિયોજનાનું કામ રાતોરાત બંધ થઈ જતાં પાકિસ્તાન સરકાર આઘાતમાં સરી પડી છે. આ યોજના હેઠળ ચીનનો શિનજિયાંગ પ્રાંત અને બલુચિસ્તાન સાથે જોડાવાનો હતો.

ચીને જે યોજનાનું ભંડોળ રોક્યું છે તેમાં રૃ. ૮૧ અબજના ખર્ચે બનનારો ૨૧૦ કિલોમીટર લાંબો ડેરા ઇસ્માઇલ ખાન ઝોબ રોડ, રૃ. ૧૯.૭૬ અબજના ખર્ચે બનનારો ૧૧૦ કિલોમીટર લાંબો ખુજદાર બસિમા રોડ તેમજ રૃ. સાડા આઠ અબજના ખર્ચે બનનારા ૧૩૬ કિલોમીટર લાંબા કારાકોરમ હાઇવેનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના આર્થિક વિકાસ માટે આ ત્રણેય માર્ગ અત્યંત મહત્ત્વના છે.

ચીને ૧૦૦ અબજ ડૉલરના ખર્ચે વન  બેલ્ટ, વન રોડ શરૃ કરી છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર આ મહાકાય યોજનાનો જ એક ભાગ છે, જેનો અમુક હિસ્સો પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાંથી પસાર થઇ રહ્યો હોવાથી ભારત પણ તેનો સતત  વિરોધ કરી રહ્યું છે.

Post Comments