Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીને પાકિસ્તાનના બે સેટેલાઈટ લોંચ કર્યા કુદરતી હોનારતો આગોતરી જાણકારી મેળવી શકાશે

- છેલ્લે ચીને 2011માં પાકિસ્તાનના સેટેલાઈટ લોંચ કરી આપ્યા હતાં

- પાકિસ્તાનના બે ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહ ચીન-પાક. ઈકોનોમિક કોરિડોરની દેખરેખમાં મદદરૃપ બનશે તેવી ચીનની

(પીટીઆઈ)     બેઈજિંગ,  તા. 09 જુલાઈ 2018, સોમવાર

પાકિસ્તાનના બે સેટેલાઈટ સફળતાપૂર્વક લોંચ કર્યાની જાહેરાત ચીનની અવકાશ સંસ્થાએ કરી હતી. આ બંનેમાંથી એક સેટેલાઈટ ચીન-પાક. ઈકોનોમિક કોરિડોરની દેખરેખ કરશે અને બીજાની મદદથી પાકિસ્તાન કુદરતી હોનારતો ઉપર નજર રાખી શકશે.

આતંકવાદ અને ભારત વિરોધી પ્રવૃત્તિ સહિત ઘણી બધી બાબતોમાં આંખ બંધ કરીને મદદ કરતા ચીને વધુ એક બાબતમાં પાકિસ્તાનને મદદ કરી છે. ચીનની અવકાશી સંસ્થા ચીન એકેડમી ઓફ સ્પેસ ટેકનોલોજી દ્વારા બનાવાયેલા બે ઉપગ્રહો ચીનના જિનકાઉ ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી લોંચ કરવામાં આવ્યા હતા.

સફળતાપૂર્વક અવકાશમાં સ્થિર થયેલા બે ઉપગ્રહો : પીઆરએસએસ-૧ અને પાક.ટીઈએસ-૧ પાકિસ્તાનને અનેકવિધ ક્ષેત્રે મદદરૃપ બનશે એવી જાહેરાત ચીને કરી હતી. ચીનના દાવા પ્રમાણે એક ઉપગ્રહ ચીન-પાક. ઈકોનોમિક કોરિડોરની દેખરેખ રાખશે અને તેનો ડેટા પાકિસ્તાન સ્થિત ડેટા સેન્ટરમાં મોકલશે. આવો જ એક ઉપગ્રહ ચીને પણ અગાઉ લોંચ કર્યો હતો, જેનું કામ ચીન-પાક.ઈકોનોમિક કોરિડોરના ડેટા ચીનને મોકલવાનું છે.

બીજો ઉપગ્રહ કુદરતી હોનારતો વગેરે ઉપર નિરીક્ષણ કરીને તેની માહિતી પાકિસ્તાનને આપશે. જમીનનું સર્વેક્ષણ, કુદરતી હોનારતો ઉપર નજર, ખેતીની સ્થિતિ, શહેરી ને ગ્રામ્ય સ્તરે થતા બાંધકામોનો ડેટા અને માર્ગ વગેરેની માહિતી એક ઉપગ્રહ દ્વારા પાકિસ્તાનને મળતી રહેશે. અગાઉ ચીને ૨૦૧૧માં પાકિસ્તાનને ઉપગ્રહો લોંચ કરી આપ્યા હતા. તે પછી બીજી વખત ચીને પાકિસ્તાનને ઉપગ્રહો લોંચ કરી આપ્યા છે. ૨૦૧૧માં લોંચ થયેલા ઉપગ્રહોએ પાકિસ્તાને દૂર સંચારમાં પ્રગતિ કરવામાં મદદ કરી હતી.

Post Comments