Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એનએસજીમાં ભારતને સભ્ય બનાવવા સામે ચીનનો વિરોધ યથાવત

- રશિયાના નાયબ વિધાન પ્રધાનની ટિપ્પણી પછી ચીનની સ્પષ્ટતા

- ભારતના સભ્યપદ અંગે અમારા વલણમાં કોઇ ફેરફાર થયો નથી : ચીન

(પીટીઆઇ) બેઇજિંગ, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

ન્યૂકિલઅર સપ્લાયર્સ ગુ્રપ(એનએસજી)માં ભારતને સભ્ય બનાવવાનો વિરોધ ચાલુ રાખતા ચીન આજે ફરી એક વખત જણાવ્યું છે કે ૪૮ સભ્યોવાળા એનએસજીમાં ભારતના સભ્ય પદ અંગે અમારા વલણમાં કોઇ ફેરફાર થયો નથી.

ઉલ્લેખનીય છે કે રશિયાના નાયબ વિદેશ પ્રધાને ગઇકાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે એનસીજીમાં ભારતના સભ્ય પદ અંગે રશિયાએ ચીન સાથે વાત કરી છે. આ નિવેદનના સંદર્ભમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગંગ શોંગે સ્પષ્ટતા કરી છે કે આ સંદર્ભમાં ચીનનું વલણ યથાવત છે.

ગેંગે વધુમાં જણાવ્યું હતું કે ચીન ઇચ્છે કે એનસીજી નવા સભ્ય બનાવવામાં પારદર્શક પદ્ધતિ અપનાવે. ચીન એનસજીનો મહત્ત્વપૂર્ણ સભ્ય છે. ચીન ઘણા સમયથી જણાવે છે કે ભારતે એનપીટી સંધિ પર હસ્તાક્ષર કર્યા ન હોવાથી તેને એનસજીનો સભ્ય બનાવી ન શકાય. આ જ કારણોસર ભારત અને ચીનનાં દ્વિપક્ષીય સંબધો ઉપર પણ વિપરિત અસર પડી છે.

ચીન અને પાક.ની વિરુદ્ધ જઇ રશિયાનું ભારતને સમર્થન
નવી દિલ્હી, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર
મોસ્કોએ જણાવ્યું છે કે એનએસજીના સભ્ય બનવા માટે ભારતની દાવેદારીને પાકિસ્તાનની સાથે જોડી શકાય તેમ નથી. મોસ્કો આ સંદર્ભમાં વિભિન્ન સ્તરે ચીનની સાથે વાત કરી રહ્યું છે. ગઇકાલે આ સંદર્ભમાં રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઅ રયાબકોવે ભારતના વિદેશ સચિવ એસ જયશંકરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી રયાબકોવે જણાવ્યું હતું કે એનએસજીના સભ્ય પદ માટે પાકિસ્તાનની અરજી અંગે કોઇ સર્વસંમતિ નથી અને તેને ભારતની દાવેદારી સાથે જોડી શકાય નહીં.

Post Comments