Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોન લઈ ભરપાઈ ન કરનારાઓ પર ચીનની સુપ્રીમ કોર્ટે ફંદો કસ્યો

- હવાઈ તથા ટ્રેન મુસાફરી પર પ્રતિબંધ, ભાડેથી મકાન પણ નહીં મળે

બેઇજિંગ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

ચીનની સુપ્રીમ કોર્ટે લોન લઈને ભરપાઈ કરવાનું ભૂલી જનારી જનતા પર લગામ કસવા માટે આકરો નિર્ણય લીધો છે. ચીનની સુપ્રીમ કોર્ટે ઋણ લઈને ભરપાઈ ન કરનારાઓનો સામાજિક બહિષ્કાર કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે આવા ઋણ લેનારાઓના પર્સનલ આઈડી નંબરોને બ્લોક કરવાનો પણ આદેશ આપ્યો છે.

પર્સનલ આઇડી બ્લોક થવાના કારણે ઋણ લેનારાઓને નાગરિક સુવિધા મળી શકશે નહીં. સુપ્રીમના આ નિર્ણય બાદ લોનની ભરપાઈ નહીં કરનારાઓ હવાઈ તથા હાઈ સ્પીડ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે નહીં. સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યું કે જનતાએ દેશની આર્થિક છબી સુધારવામાં મદદ કરવી જોઈએ.

ચીનમાં આ સમયે 70 લાખથી વધારે દેવાદારો છે. ચીનમાં બેંકો અને અન્ય સરકારી સંસ્થાઓ પાસેથી લોન લઈ તેની ભરપાઈ ન કરનારાઓની એક બ્લેક લિસ્ટ બનાવવામાં આવી. આ યાદીમાં તેમનું નામની સાથે પર્સનલ આઇડી સહિત તમામ માહિતી સામેલ છે. યાદી 2013માં બનાવવામાં આવી જેમાં ઈન્કમ ટેક્સ ચોરી કરનારાઓને પણ સામેલ કરવામાં આવ્યાં છે. બ્લેક લિસ્ટેડની યાદી સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર રજુ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચીનની તમામ બેંકો સહિત 44 સંસ્થાઓએ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. તેના અંતર્ગત દેવાદારો પર કેટલાય પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવશે. દેવાદારો હવાઈ તથા ટ્રેન મુસાફરી ઉપરાંત હોટલોમાં રોકાઈ તથા ભાડા પર મકાન લઈ શકશે નહીં.

Post Comments