Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વમાં કાર્બન ઉત્સર્જન બે ટકાથી વધીને ભયજનક સપાટીએ : યુએન

- કાર્બન ઉત્સર્જનથી વધી રહેલા ગ્લોબલ વોર્મિગથી માનવ જાત માટે ખતરો

(પી.ટી.આઇ.) બોન, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડવાથી વૈશ્વિક તાપમાનમાં (ગ્લોબલ વોર્મિંગ) વધારો થતો રહે છે જેને ૨૦૧૪થી અત્યાર પર્યન્ત તેમાં બે ટકાનો વધારો થયો છે. તેનાથી વૈજ્ઞાનિકોએ કાર્બન ઉત્સર્જનને નાથી ન શકાય તો સ્થિર કરી દેવાની આશા પર પાણી ફરી વળ્યું છે. તેમ સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ સંબંધી બેઠકમાં વૈજ્ઞાનિકોએ નિરાશા વ્યક્ત કરી હતી.

યુનિવર્સિટી ઑફ ઇસ્ટ એંગ્લિઆની ક્લાઇમેટ ચેન્જ અંગેની પ્રયોગશાળા ટિંડેલ સેન્ટરના વૈજ્ઞાાનિક તેમજ સંસોધનના મુખ્ય લેખક કોરીન્ને લી ક્વેરેએ કહ્યું હતું કે આ બાબત ખૂબ હતાશ, નિરાશ કરનારી છે. ૨૦૧૭ સુધીમાં વિવિધ માનવીય પ્રવૃત્તિથી ૧૪ અબજ ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ (૦-૨) વાતાવરણમાં ભળશે પણ એવું બન્યું છે કે, ગ્લોબલ વોર્મિંગને બે ડિગ્રી સેલ્સિયસ (૩.૬ ડિગ્રી ફેરનહીટ)થી નીચે રાખવાના આપણા પ્રયાસો છતાં ગ્લોબલ વોર્મિંગ આપણી ક્ષમતા બહારથી વધી રહ્યું છે. તેમાં ૧.૫ ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.

કાર્બન ઉત્સર્જનને કાબૂમાં રાખવા પૂર્વે પેરિસમાં ૨૦૧૫માં સંમેલન યોજાયું હતું,. જેમાં ૧૯૬ દેશોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા સંમતિ આપી હતી. અને ઔદ્યોગિકરણ પૂર્વે જે તાપમાન હતું તેનાથી પણ ૨ ડિગ્રી નીચે લાવવા સૈદ્ધાંતિક સમજૂતી સાધી હતી. અત્યારે આપણા ગ્રહની સ્થિતિ એ છે કે જો હવે પૃથ્વીના તાપમાનમાં માત્ર એક ડિગ્રીનો સાર્વત્રિક વધારો થાય તો માનવ જીવનને નષ્ટ કરે તેવી ગરમના મોજા (હીટ વેવ), દુષ્કાળો, ભયાનક ઘાતક વાવાઝોડા સર્જાવાની શક્યતા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરેલી છે. તેથી પૃથ્વીના તાપમાનને સરાસરી ૧.૫ ડિગ્રી પર સ્થિર રાખવા સમજૂતી થયેલી છે. જેનો વાસ્તવમાં કોઈ દેશ અમલ કરતો નથી. પરિણામે વાતાવરણમાં ૨ ટકા કાર્બનનો વધારો થયો છે. જે માનવ જાત માટે મૃત્યુ તરફનો મોટો કૂદકો ગણાવી શકાય.

Post Comments