Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રિટિશ PM અને તેમના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાડી દેવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

- આતંકવાદ વિરોધી દળે ૨૮ નવેમ્બરે બે યુવાનોને પકડીને વેસ્ટમિન્સટર કોર્ટમાં રજૂ કર્યા

(પીટીઆઇ)     લંડન, તા.૬ ડિસેમ્બર 2017, બુધવાર

ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસમાં ઘુસીને વિસ્ફોટ કરી  બ્રિટનના વડા પ્રધાના થેરેસા મેની હત્યા કરવાના આતંકી ષડયંત્રને બ્રિટનની સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. ૨૦ વર્ષના નઇમુર ઝકરિયા રહેમાન અને ૨૧ વર્ષના મુહમ્મદ આકિબ ઇમરાનની ૨૮ નવેમ્બરે આતંકવાદ વિરોધી દળે  કરેેલી ધરપકડ પછી આજે આતંકી આરોપો સાથે વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમને રિમાંડ માટે કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા અને ૨૦ ડિસેમ્બરે ફરી તેમને કોર્ટમાં રજૂ કરાશે.

ટુંકી સુનાવણીમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે  થેરેસા મેની ચાકુ મારી હત્યા કર્યા પછી ઊભી થનાર અફડાતફડીમાં રહેમાને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે બોમ્બ વિસ્ફોટ કરવા યોજના બનાવી હતી.તેની સામે આતંકી પ્રવૃત્તિની તૈયારી કરવાનો અને એક અન્ય વ્યક્તિને આતંકી હુમલામાં મદદ કરવાનો આરોપ મૂકાયો હતો. જ્યારે ઇમરાન પર આતંકી હુમલો કરવાની તૈયારી માટે વિદેશનો પ્રવાસ કરવા યોજના બનાવી હોવાનો આરોપ મૂકાયો હતો.

એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે  યુકેની સુરક્ષા એજન્સીઓ મે મહિનામાં માન્ચેસ્ટર એરિનામાં એક કથિત આત્મઘાતી હુમલો નિષ્ફળ બનાવ્યો હશે. માન્ચેસ્ટરમાં આરિઆના ગ્રાન્ડેમાં બોમ્બર સલમાન આબેદીએ પોતાની જાતને ફુંકીને ૨૨ જણાને મારી નાંખ્યા હતા. સ્વતંત્ર તપાસ કરનાર બેરિસ્ટર ડેવિડ એન્ડકસને કહ્યું હતું કે આબેદી એમ૧૫ની નજરમાં હતો જ.

Post Comments