Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રિટનની બેક્ઝિટ નીતિથી ભારત સાથેના મુક્ત વેપારની સંધિને ફટકો પડશે

- બેક્ઝિટ પહેલાં ભારતને મળતી છૂટછાટ હવે ઓછી થશે

- બાસમતિ ચોખા, ડેરી પ્રોડક્ટ, કેમિકલ સહિતની આયાતમાં બ્રિટન કાપ મૂકે તેવી શક્યતા : અહેવાલોમાં દાવો

લંડન, તા. ૧૨ જુલાઈ 2018, ગુરુવાર

બ્રિટનની બ્રેક્ઝિટ નીતિથી ભારત સાથેના સંબંધોને અસર થશે એવી અટકળો તીવ્ર બની છે. બ્રિટન યુરોપિયન સંઘમાંથી સંપૂર્ણપણે અલગ થશે તે પછી તેની વિદેશનીતિ અને વેપારનીતિ કેવી હશે એની રૃપરેખા તૈયાર થઈ રહી છે અને તેમાં ભારતને ફટકો પડે એવા સંકેતો છે.

યુરોપિયન સંઘમાંથી અલગ થવાનો બ્રિટને નિર્ણય લીધો અને તેની સત્તાવાર પ્રક્રિયા પાર પડી તે પછી હવે ધીમે ધીમે બ્રિટનની વેપારનીતિમાં પણ તફાવત આવશે. સંપૂર્ણપણે બ્રિટન યુરોપીયન સંઘમાંથી બહાર આવી જશે ત્યારે કેવી નીતિ અપનાવશે તેની રૃપરેખા વડાપ્રધાન થેરેસા મેની આગેવાનીમાં તૈયાર થઈ રહી છે. એ રૃપરેખા પ્રમાણે બેક્ઝિટ પહેલાં ભારતને જે છૂટછાટો મળતી હતી તે બંધ થાય એવા સંકેતો છે.

બેક્ઝિટ પછી બ્રિટન-ભારત વચ્ચેની નીતિનો એક અહેવાલ લીક થયો હતો. સંશોધનાત્મક પત્રકારોના સંગઠન પાસે આવેલા એ અહેવાલ પ્રમાણે બ્રિટને ભારતને બેક્ઝિટ પહેલાં વેપારમાં ઘણા ફાયદા કરી આપ્યા હતા, પણ બેક્ઝિટ પછી ભારતનો સમાવેશ એવા દેશોમાં કરાયો નથી. બેક્ઝિટ નીતિના ભાગરૃપે બ્રિટન ભારતને પ્રાથમિકતા આપવાના પક્ષમાં નથી. તે કારણે ભારતને ફટકો પડી શકે છે.

અત્યારે ભારતના જગ વિખ્યાત બાસમતિ ચોખા છૂટથી બ્રિટનમાં પહોંચે છે, પણ હવે બ્રિટન તેની આયાતમાં કરવેરો ઝીંકે તેવી શક્યતા છે. એ જ રીતે બ્રિટન પનીર સહિતની ડેરી પ્રોડક્ટની આયાત પણ ઘટાડશે.
બ્રિટનમાં બિઝનેસ કરવા ઈચ્છતા ભારતીય બિઝનેસમેનને પણ આગામી વર્ષોમાં બ્રિટનની આકરી નીતિનો સામનો કરવો પડશે. બ્રિટન ટેરિફમાં વધારો કરીને બ્રિટિશ કંપનીઓની પ્રોડક્ટ ભારત આયાત કરે તો જ ભારતને નિકાસમાં છૂટછાટ મળશે તેવી નીતિનો તખ્તો તૈયાર થઈ રહ્યાનો દાવો અહેવાલમાં કરાયો હતો.

Post Comments