Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દુર્ઘટનાગ્રસ્ત રશિયન વિમાનના બન્ને ડેટા રેકોર્ડર મળ્યાં

- વિમાન તૂટી પડયુ તે પહેલા કોઇ ખામી ન હોવાનો દાવો

- એએન-૧૪૮ મોડેલનું અન્ય એક વિમાન પણ ભૂતકાળમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ચૂક્યું છે.

મોસ્કો, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

દુર્ઘટનાગ્રસ્ત રશિયન વિમાન એએન-૧૪૮ના ડેટા રેકોર્ડર મળી આવ્યા છે. કાટમાળમાંથી ડેટા રેકોર્ડર ન મળવાના કારણે અત્યાર સુધી દુર્ઘટનાના કારણ વિશે રહસ્ય ઘૂંટાઇ રહ્યુ હતુ. આ મોડેલનું અન્ય એક વિમાન થોડા સમય પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ચૂક્યું છે.

૧૧ ફેબુ્રઆરીએ દુર્ઘટનાગ્રસ્ત થયેલા રશિયન પ્લેનના બન્ને ડેટા રેકોર્ડર ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. એએન-૧૪૮ નામનુ પ્લેનમાં ૭૧ મુસાફરો હતા, રશિયાના પાટગનર મોસ્કો નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. રશિયન એજન્સીઓએ તો શરૃઆતમાં અનુમાન લગાવ્યું હતું કે આતંકવાદીઓનું ષડયંત્ર છે. જો કે આ દુર્ઘટનાએ એએન-૧૪૮ મોડેલના વિમાનો પર ફરી પ્રશ્નો ઉભા કર્યા છે.

એએન-૧૪૮ મોડેલના પ્લેનની આ બીજી દુર્ઘટના છે. આ પહેલાની દુર્ઘટનામાં પાઈલટ જેમતેમ કરી બચવામાં સફળ રહ્યા હતા. રશિયાની તપાસ એજન્સીઓનું કહેવું છે કે પ્લેન ક્રેશ થઈ જમીન સાથે અથડાયું તે પહેલા તેમાં આગ પણ નહોતી લાગી અને તેમાં કોઈ ભાંગતૂટ પણ નહોતી થઈ. અત્યાર સુધી તેના કાટમાળમાંથી ડેટા રેકોર્ડર નહોતા મળી રહ્યા. રશિયાના નાયબ વડાપ્રધાન અર્કેડી ડોકોવિચનું કહેવું છે કે દુર્ઘટનાનું કારણ જાણવામાં આ ડેટા રેકોર્ડર નિર્ણાયક સાબિત થશે.

Post Comments