Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેપાળમાં US-બાંગ્લાનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ, 50ના મોત

- પ્લેનમાં 78 મુસાફર ઉપરાંત ક્રૂ મેમ્બર પણ સવાર હતા

કાઠમાંડુ, તા. 12 માર્ચ 2018, સોમવાર

નેપાળની રાજધાની કાઠમાંડુમાં બાંગ્લાદેશનું પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. મીડિયા અહેવાલ અનુસાર વિમાન નેપાળના કાઠમાંડુ એરપોર્ટ પાસે ક્રેશ થયું છે. આ લખાય છે ત્યાં સુધીમાં અકસ્માતમાં 50ના મોતના સમાચાર સામે આવ્યાં છે.

પ્રાથમિક રિપોર્ટ અનુસાર વિમાન યૂએસ-બાંગ્લા એરલાઇન્સનું હતું, જે બાંગ્લાદેશથી કાઠમાંડૂ માટે રવાના થયું હતું. વિમાનમાં 78 મુસાફર સવાર હતા ઉપરાંત ક્રૂ મેમ્બર પણ સવાર હતા.

નેપાળના સ્થાનિક મીડિયા અનુસાર વિમાન S2-AGU બોમ્બાર્ડિયર 8 Q400 હતું. જોકે તેની કોઇ સત્તવાર પુષ્ટિ થઇ નથી. મીડિયા રિપોર્ટ અનુસાર વિમાન કાઠમાંડૂ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ક્રેશ થયું.

સ્થાનિક મીડિયા અનુસાર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે. ક્રેશ લેન્ડિંગના કારણે વિમાનનો કાટમાળ ચારે તરફ વિખેરાઇ ગયો છે. એરપોર્ટ પર હાલ અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

Post Comments