Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

2017ના બુકર પ્રાઇઝ માટે છ નામોની યાદી જાહેર, અરુંધતી રોયનો સમાવેશ નહીં

- આ વખતે ભારતના કોઇ લેખકને બુકર પ્રાઇઝ નહીં મળે

- છ લેખકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો, યુકેની એક બૂક સ્ટોલમાં પાર્ટટાઇમ કામ કરતા યુવા લેખકની પસંદગી થતા ચર્ચામાં

લંડન, તા. 13 બુધવાર, સપ્ટેમ્બર 2017

2017ના બુકર પ્રાઇઝ માટેના પસંદગી પામનારાની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. હવે તેમાંથી વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. આ યાદીમાં અરુંધતી રોયનો સમાવેશ નથી થઇ શક્યો. આ પહેલા અરુંધતી રોયને 1997માં ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ નોવેલ બદલ બુકર પ્રાઇઝ મળ્યો હતો.

હાલ અરુંધતી રોયે ફરી એક નોવેલ લખી છે જેને ધ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ નામ આપવામાં આવ્યું છે. જોકે આ નોવેલને લઇને તેમને ફરી બુકર પ્રાઇઝ મળવાની આશા હતી પણ હવે તેમનુ નામ આ યાદીમાં સામેલ નથી થઇ શક્યું.

અમેરિકા અને યુકેના લેખકોનું વર્ચસ્વ ધરાવતા મેન બુકર પ્રાઇઝની યાદીમાં અમેરિકાના લેખક પૌલ ઓસ્ટરને 4321, એમિલિ ફ્રડંડ ફોર હીસ્ટ્રી ઓફ વોલ્સ અને જ્યોર્જ સૌડર્સની લિંકન ઇન ધ બર્ડો માટે પસંદગી થઇ છે. જે અંતીમ યાદીમાં છ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમાંથી હવે કોઇ એક વ્યક્તિને પસંદ કરવામાં આવશે. આ યાદીમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો છે. આ યાદીમાં બુકશોપમાં પાર્ટ ટાઇમ કામ કરતા એક 29 વર્ષીય યુવા લેખક મોઝલેનો પણ સમાવેશ કરાયો છે.

Post Comments