Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના 'હોટેલ મોટેલ પટેલ વાલા' અતૂલ્ય ભારતના પ્રવાસનને વેગ આપે : મોદી

- સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને વિડીયો કોન્ફરન્સથી સંબોધન

- અમેરિકામાં અર્ધા ઉપરાંતની મોટેલ ભારતીય અમેરિકનોની, તે પૈકી ૭૦ ટકા પટેલોની

વોશિંગ્ટન, તા. 6 જુલાઇ, 2018, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરીને દરેક એનઆરઆઈએ પાંચ વિદેશી પરિવારને ભારત આવવા પ્રોત્સાહિત કરી પ્રવાસનને વેગ આપવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે અમેરિકામાં પટેલ 'હોટેલ મોટેલ પટેલ વાલા' તરીકે ઓળખાય છે. તેમની હોટેલ અને મોટેલમાં મહેમાનો આવે છે. તેમને ટીવીમાં અતૂલ્ય ભારતના દર્શન કરાવતી સ્લાઈ દર્શાવી ભારતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવો જોઈએ.

અમેરિકામાં ગુજરાતમાંથી ગયેલો પટેલો મોટાભાગે હોટેલના ધંધામાં ચે. ૨૦૧૪માં સ્મિથસોનિયન મેગેઝિનમાં પ્રકાશીત થયેલા લેખમાં જણાવ્યું હતું કે અમેરિકાની અર્ધા ઉપરાંતની હોટેલ ભારતીયોની માલિકીની છે તેમાં ૭૦ ટકા પટેલોની છે.

ભારત તીવ્ર ગતિથી વિકાસ કરે છે ત્યારે આ એનઆરઆઈએ દેશના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવા પ્રયત્ન કરી દેશસેવા કરવી જોઈએ. દરેકે વિદેશીઓએ ભારતની મુલાકાત લેવા પ્રેરી ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

આ વર્ષ કુંભમેળાનું છે. એનઆરઆઈએ લોકોને આ મેળો જોવા ભારતમાં આવવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ભારતમાં પ્રવાસનની અનેક સુવિધાઓ છે. ભારતના પડોશી તત્ત્વો ભારતને વિશ્વમાં બદનામ કરે છે.

છેલ્લાં ૫૦ વર્ષથી તેઓ એક યા બીજા રસ્તે પરેશાની ઉભી કરે છે. તેમને એક માત્ર ઉદ્દેશ ભારતની છબિ બગાડવાની છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. તેઓ એકલા પડી ગયા છે અને વિશ્વના દેશોમાં આતંક વિરોધી પરિબળો વિકસી રહ્યા છે.

Post Comments