Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા પાક. સામે પગલા લે તો પાકિસ્તાનની પડખે રહેવા ચીન - રશિયાની ખાતરી

- ટ્રમ્પે પાક.ને આપેલી ચિમકી બાદ

- પાક. પર આર્થિક પ્રતિબંધ મૂકવાથી ત્રાસવાદની લડાઈમાં લાભ નહિ થાય : પાક. વડાપ્રધાન

ઇસ્લામાબાદ, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પાકિસ્તાનને ત્રાસવાદને સમર્થન આપવાનું બંધ કરી ત્રાસવાદ સામે લડવા ચીમકી આપી અને નાણાંકીય સહાય બંધ કરવાની પણ ચેતવણી આપ્યા બાદ ચીન અને રશિયાએ અમેરિકાના કોઈ પણ પગલા સામે પાકિસ્તાનને ટેકો આપવાની ખાતરી આપી હતી.

પાક. વડાપ્રધાન અબ્બાસીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પર આર્થિક પ્રતિબંધ મૂકવાથી ત્રાસવાદ સામેની લડાઈમાં લાભ નહિ થાય. એક અખબારે જણાવ્યા મુજબ પાકિસ્તાન ચીન અને રશિયા એમ બે મહસત્તાઓના સંપર્કમાં છે બંને દેશો પાકિસ્તાન પર અમેરિકાએ કરેલા દબાણના વિરોધી છે બંને દેશોએ પાકિસ્તાનને ખાતરી આપી હતી કે અમેરિકા કોઈ મુશ્કેલી ઉભી કરે તો તેઓ તેની પડખે ઉભા રહેશે અને અન્ય પશ્ચિમી દેશોને પણ તેમ કરવા સમજાવશે.

ઇસ્લામાબાદ સ્થિત ઉચ્ચ રાજદૂતે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના સલામતી અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અમેરિકા સાથેની નવી નીતિ ઘડવા મથી રહ્યા છે.
પાકિસ્તાન અમેરિકા પર નિર્ભર રહેવાનું બંધ કરવા પ્રયાસો કરશે અને ટ્રમ્પે આપેલી ધમકીની પાકિસ્તાનમાં ઉભી થયેલી ચિંતા અંગે અમેરિકા યોગ્ય પ્રતિભાવ આપશે પછી જ રાજદ્વારી સંબંધો યથાવત્ કરાશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો ઉધડો લીધા બાદ અમેરિકા અને પાકિસ્તાનના ઉચ્ચ રાજદ્વારી સંપર્કો તૂટી ગયા છે.

Post Comments