એમેઝોન કેનેડાની ગુસ્તાખીઃ તિરંગાની પ્રિન્ટ સાથે પગ લુછણીયા વેચતા ભારત નારાજ
- વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કડક પગલાં લેવાની ચેતવણી આપી માલ પાછો લેવા કહ્યું
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૧૧બુધવાર, જાન્યુઆરી 2017
એમેઝોન કેનેડાએ ભારતના તિરંગા ધ્વજ સાથે પગલુછણીયા વેચતા ભારતે નારાજગી વ્યક્ત કરી હતી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઇ-રિટેલરને આ ઉત્પાદન તાત્કાલીક પાછો ખેંચી લઇ અને બિન શરતી માફી માગવા કહ્યું હતું. જો એમેઝોન આમ કરવામાં નિષ્ફળ જશે તો એમેઝોનના એક પણ અધિકારીને ભારતના વિઝા નહીં અપાય અને જેમને અગાઉ અપાયા હતા તેમના વિઝા રદ કરાશે.
સુષમાએ કેનેડાસ્થિત ભારતીય દૂતાવાસને આ મુદ્દો એમેઝોન સાથે હાથ ધરવા કહ્યું હતું.' કેનેડાના ભારતના રાજદૂત, આ બાબત અસ્વીકાર્ય છે. મહેરબાની કરીને ઉચ્ચ કક્ષાએ આ વાત લઇ જાવ. એમેઝોને બિન શરતી માફી માગવી જ જોઇએ. આપણા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરનાર તમામ ઉત્પાદનોને તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઇએ. જો આવું નહીં કરાય તો અમે એમેઝોનના એકપણ અધિકારીને વિઝા નહીં આપીએ. એટલું જ નહીં અગાઉ જેમને વિઝા આપી દીધા હતા તેમના પણ રદ કરી દઇશું' એમ ફરીયાદો મળ્યા પછી તેમણે ટવિટ કર્યું હતું.
'એમેઝોન કેનેડા પર પ્રતિબંધ લાદવા જ જોઇએ અને ભારતના ધ્વજ સાથેના પગ લુછણીયા ના વેચવા સામે ચેતવણી પણ આપીએ છીએ. મહેરબાની કરીને તેમની સામે પગલાં લો' એમ ટવિટ કરીને કહેવામાં આવ્યું હતું.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
-
GUJARAT
-
NATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News