Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાના ડેમોક્રેટ્સના તમામ પ્રયાસો નિષ્ફળ

- અલ ગ્રીનના ઠરાવને સાંસદોએ ૩૬૪ વિરૃધ્ધ ૫૮ મતે ઉડાડી દીધો

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

ડેમોક્રેટ પાર્ટીના અનેક નેતાઓએ પ્રમુખ ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાના નિર્ણયને કવેળાનો અને પ્રિમચ્યોર ગણાવતા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં એક કોંગ્રેસમેનના ઠરાવને નિષ્ફળ બનાવ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ શરૃ કરવા ટેકસાસના ડેમોક્રેટ સાંસદ અલ ગ્રીનના ઠરાવને સાંસદોએ ૩૬૪ વિરૃધ્ધ ૫૮ મતે ઉડાડી દીધો હતો. ઠરાવને પરાસ્ત કરવા  નીચલા ગૃહ કોંગ્રેસમાં બહુમતી ઘરાવતી રિપબ્લીકન પાર્ટી સાથે વિરોધ પક્ષ ડેમોક્રેટ પાર્ટીના અનેક નેતાઓ જોડાયા હતા.

વિરોધ કરનાર અગ્રણી સાંસદોમાં ડેમોક્રેટ નેતા નેન્સી પેલોસી અને લઘુમતી દંડક   સ્ટેની હોયરે પણ ગ્રીનના ઠરાવને પરાસ્ત કરવા  એક સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું.'આ સમય મહાભિયોગ માટે યોગ્ય નથી'એમ ડેમોક્રેટ પાર્ટીના બે સાંસદોએ કહ્યું હતું. જો કે પ્રમુખને અનેક યોજનાઓ અને નીતીઓનો તેઓ વિરોધ કરે છે તે વાતનો પુ:નરૃચ્ચાર કર્યો હતો.

'પ્રમુખે નિવેદન કર્યું હતું અને એવા પગલાં ભર્યા હતા જે મોટાભાગના અમેરિકનોની ગજાના બહાર હતા. પોતાની નીતીઓને પ્રોત્સાહિત કરવા જેઓ નફરત અને વિભાજન કરવા ઇચ્છે છે  અને જેના કારણે દેશના અર્થતંત્રને નુકસાન થસે તેમના માટે સબક છે. આ દેશનું નેતૃત્વ કરવા તેમની યોગ્યતા અંગે અનેક વખતે કાયદેસરના સવાલો  પૂછ્યા હતા, એમ પેલોસી અને હોયરે કહ્યું હતું. 'હાલમાં કોંગ્રેસની સમિતિઓ પ્રમુખના કાર્યોની તપાસમાં રોકાયેલી છે. ખાસ વકીલની તપાસ પણ આગળ ચાલી રહી છે, તો એ તપાસને આગળ વધારવી જોઇએ'એમ તેમણે કહ્યું હતું.

Post Comments