Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અફઘાન-પાક. સરહદે ગોળીબાર બે પાક. સૈનિક, અફઘાન નાગરિકનાં મોત

(પીટીઆઈ)   ખોસ્ત, તા.15 એપ્રિલ 2018, રવિવાર

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે બન્ને દેશોના સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર ચાલુ થતા બે વ્યક્તિના મૃત્યુ થયા હતા તેમજ સરહદે સ્થિતિ તંગ થઇ હતી.

અફઘાનિસ્તાનની પૂર્વ સરહદે આવેલા ખોસ્ત પરગણાના પોલીસ વડા અબ્દુલ હનાન ઝદ્રને કહ્યું હતું કે એક અફઘાન નાગરિક અને બે પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. તેમણે કહ્યું હતું કેપાક.ના આદિવાસી પટ્ટા નજીક અફઘાન સરહદમાંથી બે પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ મળ્યા હતા જ્યારે ત્રણ નાગરિકો ઘવાયા હતા.

ખોસ્ત વિસ્તારના ગવર્નરના પ્રવક્તાએ આ બાબતને સમર્થન સાથે ઉમેર્યું હતું કે બે અફઘાન નાગરિક અને ચાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે અફઘાનિસ્તાન સરહદેથી બે પાકિસ્તાની સૈનિકો ઝડપાયા હતા.

પાકિસ્તાને આ સમાચારને અલગ રીતે રજૂ કરતા કહ્યું કે તેમના સૈનિકો રાબેતા મુજબ ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે અફઘાન સરહદેથી તેમના પર ગોળીબાર થતા બેના મૃત્યુ થયા હતા જ્યારે પાંચ ઘવાયા હતા. અફઘાન સરહદે તેમના નાગરિકોની જાનહાનિ નિવારવા પાક. દળો હંમેશા ગોળીબારથી દુર રહે છે. ચાલુ મહિનાના પ્રારંભે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર તેમની સરહદમાં હવાઈ હુમલાનો આક્ષેપ કર્યો હતો.

અફઘાનિસ્તાન, તેમના દેશના તાલિબાન ત્રાસવાદીઓને પાકિસ્તાન આશ્રય આપતું હોવાનો પ્રથમથી જ આક્ષેપ કરે છે. જ્યારે પાકિસ્તાન સામે આક્ષેપમાં કહે છે કે તાલિબાનો અમારા સુરક્ષાદળ પર હુમલા કરીને ત્યાં છુપાઈ જાય છે.

Post Comments