Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એટલાન્ટા એરપાર્ટ ઉપર 58 વર્ષીય ભારતીયનું કસ્ટડીમાં મોત

- ઈમીગ્રેશનનાં જરૂરી દસ્તાવેજો ના હોવા માટે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

- આ નાણાકીય વર્ષમાં આંઠમા વ્યક્તિનું ICEની કસ્ટડીમાં મોત થયુ

 ન્યુયોર્ક, 19 મે 2017, શુક્રવાર

58 વર્ષનાં અતુલકુમાર બાબુભાઈ પટેલ 10મી મેએ એટલાન્ટા એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમને US ઇમીગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટે (ICE) દેશમાં દાખલ કરતા સમયે જરૂરી દસ્તાવેજો ના હોવાનાં અપરાધમાં અટકાવીને હીરાસતમાં લીધા હતા. તે કસ્ટડીમાં હતા ત્યારે જ તેમનું અવસાન થઈ ગયું.

તે એક્વાડોરની ફ્લાઇટમાંથી એટલાન્ટા આવ્યા પછી તેમને US કસ્ટમ અને સંરક્ષણ સ્ટાફે બે દિવસ માટે કસ્ટડીમાં લઈ લીધા હતા અને દેશમાં પ્રવેશ કરવાની મંજુરી નહતી આપી. તેમના ઇમીગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટ પરનાં મેડિકલ સ્ક્રિનિંગ વખતે તેમને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબીટિસ છે તે જણાયુ હતુ. ICEમાં બે દિવસ કાઢ્યા પછી તેમનું બ્લડ પ્રેશર ચેક કરતા વખતે એક નર્સે નિરીક્ષણ કર્યું કે તેમને શ્વાસ લાવામાં તકલીફ પડી રહી છે. આ બાદ તેમને તાત્કાલિક નજીકના હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. એ હોસ્પીટલમાં જ તેમનું અવસાન થઈ ગયુ હતુ.

પટેલનાં કુટુંબને ભારતીય કોન્સ્યુલર પ્રતિનિધિેએ તેમના મૃત્યુની જાણ કરી હતી. ICEની કસ્ટડીમાં મૃત્યુ પામવા વાડા પટેલ આ 2017ના નાણાકીય વર્ષના આંઠમાં વ્યક્તિ છે. આ ઘટનાની બાબતે જવાબ આપતા એજન્સીએ ચોખવટ કરતા કહ્યું કે તેઓ તેમનાં કસ્ટડીમાં લીધેલા પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ખુબ સાવચેતીથી વર્તે છે અને હાલમા ઘટનાની બાબતે પુછપરછ કરી રહ્યા છે.

Post Comments