Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇજીપ્તમાં બે ટ્રેન સામસામે અથડાતા ૩૬ના મૃત્યુ, ૧૨૩ ઘાયલ

- ઇજીપ્તના ખોર્શિદ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો

- પાટનગર કેરોથી આવી રહેલી ટ્રેનને એલેક્ઝાંડ્રિયા નજીક પોર્ટ સૈયદથી આવતી ટ્રેન સાથે અકસ્માત

(પી.ટી.આઇ.)    કેરો, તા. ૧૧ શુક્રવાર, ઓગસ્ટ 2017
ઇજીપ્તના સમુદ્ર કિનારે આવેલા શહેર એલેક્ઝાંડ્રિયા નજીક બે ટ્રેનો અથડાતા ૩૬ વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. જ્યારે ૧૨૩થી વધુ ઘવાયા છે જેમાંના અનેકની હાલત મરણતોલ છે.

ઇજીપ્તના પાટનગર કેરોથી આવી રહેલી ટ્રેન ઇજીપ્તના બંદર પોર્ટ સૈયદથી આવી રહેલી ટ્રેન સાથે અથડાઈ હતી. ઇજીપ્તના ખોર્શિદ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. આરોગ્ય પ્રધાનના સલાહકાર શરીફ વાદેએ માહિતી આપી હતી કે તેમના મતે ઘાયલોની સંખ્યા સતત વધતી જાય છે. જેમાં ઘણાંની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક પણ ઉંચો જઈ શકે છે. હાલ ગંભીર દર્દીઓ સહિત ૧૦૯ ઘાયલ મુસાફરો છે તેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. હાલ એમ્બ્યુલન્સ મારફત ઘાયલોને લાવવામાં આવે છે. તે જોતાં ઘાયલોની સંખ્યા વધશે. હાલ રાહત ટુકડીઓ ટ્રેન તેમજ આસપાસ ઘાયલોની શોધ ચલાવી રહી છે.

ઇજીપ્તમાં અવારનવાર ટ્રેન અકસ્માત થતા રહે છે. ૨૦૧૬માં કેરોની દક્ષિણે એક ટ્રેન ખડી પડતા પાંચના મૃત્યુ અને ૨૭ ઘવાયા હતા. ૨૦૧૩માં આ પ્રકારે જ એક ટ્રેન ખડી પડતા ૧૯ લોકોના મૃત્યુ અને અનેક ઘવાયા હતા.
 

Post Comments