Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ' હેઠળ ત્રણ વર્ષમાં ૧૨૦૦ કાયદા નાબૂદ

- આસિયાન બિઝનેસ સમિટમાં મોદીનું સંબોધન

- આસિયાન દેશોના ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું

નોટબંધી, જીએસટી સહિતના આર્થિક સુધારાઓને કારણે ભારતીય અર્થતંત્રનો કાયાકલ્પ કર્યો હોવાનો વડાપ્રધાનનો દાવો
(પીટીઆઇ) મનીલા, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આસિયાન વેપાર અને રોકાણ સંમેલનને સંબોધિત કર્યુ હતું. મોદીએ આ સંમેલનમાં હાજર ઉદ્યોગપતિઓને ભારતના વિકાસનો હિસ્સો બનવા માટે આમંત્રણ આપ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે 'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ'ના સિંદ્ધાત હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ૧૨૦૦ જૂના કાયદાઓ નાબૂદ કર્યા છે.

ભારત સરકારે કંપનીઓ શરૃ કરવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ ભારતનો કાયાકલ્પ કરવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતની દરેક વસ્તુ વૈશ્વિક માપદંડને અનુરૃપ હોય.નોટબંધી, જીએસટી સહિતના આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે આ પગલાંઓને કારણે ભારતીય અર્થતંત્રને નવું સ્વરૃપ મળ્યું છે.

આર્થિક જૂથ તરીકે આસિયાનના વધતા મહત્ત્વ અંગે બોલતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત આ વિસ્તારની સાથે જમીન, સમુદ્ર અને એર કનેક્વિટી બનાવવા માંગે છે. વડાપ્રધાન મોદી આસિયાન અને ઇસ્ટ એશિયા સંમેલનમાં ભાગ લેવા માટે ૩ દિવસના ફિલિપાઇન્સ પ્રવાસે છે. વડાપ્રધાને સંમેલનમાં પોતાની સરકાર દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓ અને ડિજિટાઇઝેશનની પણ ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદીએ જન-ધન સ્કીમની ચર્ચા કરતા જણાવ્યું હતું કે ભારતમાં ઇન્સ્ટિટયૂશનલ ફાઇનાન્સનો વ્યાપ વધી રહ્યો છે. ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ વધી રહ્યું છે. સરકારે એફડીઆઇના નિયમો હળવા બનાવ્યા છે. સરકારની મેક ઇન્ડિયા સ્કીમનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક મેન્યુફેકચરિંગ હબ તરીકે વિકસાવવાનો છે.

આ ઉપરાંત મોદીએ ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે શરૃ કરવામાં આવેલી સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી સ્કીમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વ્યવસ્થા હેઠળ ભ્રષ્ટાચાર દૂર થયાનો પણ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સબસિડી સ્વરૃપે ૧૦ અબજ ડોલર સીધા જ જરૃરિયાતવાળા લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Post Comments