Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પના બજેટમાં પાકિસ્તાનને ૩૩૬ મિલિયન ડોલરની સહાય

- ડોનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાન મુદ્દે પલટી

- પાકિસ્તાનને ૩૩૬માંથી ૨૫૬ મિલિયન ડોલર નાગરીક ક્ષેત્રે જ્યારે ૮૦ મિલિયન ડોલર સૈન્યને આપવાનો પ્રસ્તાવ

વોશિંગ્ટન, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાર્ષીક ૪ ટ્રિલિયન ડોલરનું બજેટ જારી કર્યું હતું. જોકે આ બજેટમાં પાકિસ્તાનને પણ આતંકી ઓપરેશન માટે સહાય કરવાની ભલામણ કરવામાં આવી છે. આશરે ૩૩૬ મિલિયન ડોલર પાકિસ્તાનને આપવાનો પ્રસ્તાવ છે. જેમાં ૨૫૬ મિલિયન ડોલર નાગરીકોના સ્વાસ્થ્ય વગેરે માટે જ્યારે ૮૦ મિલિયન ડોલર સૈન્ય સહાય છે. જોકે આ માત્ર પ્રસ્તાવ છે અને તેમાં એવી શરમ મુકવામાં આવી છે કે જો પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે તો જ આ સહાય આપવામા આવશે.  

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાકિસ્તાને અમને આટલા વર્ષ મોટા મોટા વચનો આપીને અને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી હોવાના જુઠાણા ફેલાવીને મુર્ખ બનાવ્યા અને અમે મારી પહેલાના જે પણ પ્રમુખ આવ્યા તેઓએ કરોડો રૃપિયાની સહાય કરી. હવે આ જ ટ્રમ્પ પાછા પાકિસ્તાનને સહાય કરવા જઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર ટ્રમ્પનો પ્રસ્તાવ છે.

અમે આ સહાયને આપતા પહેલા એ તપાસીશું છે કે પાકિસ્તાન આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે કે નહીં. એ બાદ જ વીચારીશું. અગાઉ પાકિસ્તાન માટે મંજુર કરેલી આશરે બે બિલિયનની સહાયને અમેરિકાએ રદ કરી દીધી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં સહાય કરવા માટે અમે ૮૦ મિલિયન ડોલરની સહાય બજેટમાં ફાળવી છે.

Post Comments