Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાથી જગતને ૩૦૦ અબજ ડોલરનું નુકસાન : વર્લ્ડ બેંક

- મલાલા દિવસની ઉજવણી વખતે વર્લ્ડ બેંકે અહેવાલ રજૂ કર્યો

- આજે દુનિયામાં ૬થી ૧૭ વર્ષની વયની ૧૩.૨ કરોડ છોકરીઓને શાળામાં પ્રવેશ મળ્યો નથી : વર્લ્ડ બેંકે ચિંતા

- ગરીબ દેશોમાં બે તૃતિયાંશથી પણ ઓછી છોકરીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શકે છે : સ્ત્રી શિક્ષણ ઉપર વર્લ્ડ બેંકે ભાર મૂક્યો

(પીટીઆઈ)     વૉશિંગ્ટન, તા. ૧૨ જુલાઈ 2018, ગુરુવાર

વર્લ્ડ બેંકે સ્ત્રી શિક્ષણ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ચિંતાજનક ચિત્ર જોવા મળ્યું હતું. છોકરીઓને પૂરતું શિક્ષણ મળતું ન હોવાથી આજના વિશ્વ ઉપર ૧૫૦થી ૩૦૦ અબજ ડોલરનું ભારણ વધે છે એવો મત વર્લ્ડ બેંકે વ્યક્ત કર્યો હતો.

'મિસ્ડ ઓપોર્ચ્યુનિટીઝ : ધ હાઈ કોસ્ટ ઓફ નોટ એજ્યુકેટિંગ ગર્લ્ડ' નામના અહેવાલમાં વર્લ્ડ બેંકે કહ્યું હતું કે છોકરીઓ શિક્ષણથી વંચિત રહે છે તેના કારણે આખા વિશ્વને ૧૫૦થી ૩૦૦ અબજ ડોલર સુધીનું નુકસાન ખમવું પડે છે.

સ્ત્રીઓને પૂરતું શિક્ષણ મળતું નથી એટલે તેમને યોગ્ય નોકરી પણ મળતી નથી. જે સ્ત્રીઓને તક મળે છે તે પરિવારને આર્થિક રીતે વધુ મજબૂત બનાવે છે. જેમને શિક્ષણ મળતું નથી તેમને એવી તક મળતી નથી એટલે સરવાળે પરિવારની આર્થિક સ્થિતિ મર્યાદિત થઈ જાય છે એવું કહીને વર્લ્ડ બેંકે સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મલાલા દિવસની ઉજવણી થઈ તે વખતે જ વર્લ્ડ બેંકે આ અહેવાલ રજૂ કરીને કહ્યું હતું કે ઓછી આવક ધરાવતા ગરીબ અને વિકાસશીલ દેશોમાં બે તૃતિયાંશ છોકરીઓ માંડ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે છે. તેમને ઉચ્ચ અભ્યાસની તક આર્થિક તંગદિલીના કારણે મળતી નથી.

એ જ રીતે માત્ર ત્રણમાંથી એક છોકરી જ માધ્યમિક શાળા સુધી શિક્ષણ મેળવી શકે છે. વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે આજે વયસ્ક થયેલી મહિલાઓને જે તે સમયે યોગ્ય શિક્ષણ ન મળ્યું તે કારણે આજે જગતને ૧૫૦થી ૩૦૦ અબજ ડોલર જેટલું ભારણ સહન કરવું પડે છે.

બીજા શબ્દોમાં કહીએ તો આજે કમાવાની ઉંમરે પહોંચેલી મહિલાઓ - જેમને ઘરમાં પૂરાઈ રહેવાને બદલે ખરેખર કામ કરવું છે - તેમને જો યોગ્ય સમયે શિક્ષણ મળ્યું હોત તો આજે વિશ્વની કુલ કમાણીમાં ૧૫૦થી ૩૦૦ અબજ ડોલરનો ઉમેરો થયો હોત.

વર્લ્ડ બેંકના અહેવાલમાં તો ત્યાં સુધી કહેવાયુ હતું કે આજની તારીખે વિશ્વમાં ૬થી ૧૭ વર્ષની વયની ૧૩.૨ કરોડ છોકરીઓને શાળામાં પ્રવેશ મળ્યો નથી.

મલાલા દિવસની ઉજવણીમાં હાજર ૨૧ વર્ષની નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલાએ કહ્યું હતું કે ૧૩ કરોડ છોકરીઓ એન્જિનિયર, ડોક્ટર, પત્રકાર, સીઈઓ બની શકી હોત. જો તેમને તક મળી હોત તો તેમણે વિશ્વની આવકમાં વધારો કર્યો હોત.

Post Comments