Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

ડૉક્ટર દંપતીનું ઘર ગરીબ આદિવાસીનાં ઝૂંપડાં જેવું !

રોટલો આપશો તો એક દિવસની ભૂખ ભાંગશે, રળતા શીખવશો તો જિંદગીભરની ભૂખ ભાંગશે !

જિંદગીનો સાગર તરનારા કોઇ બિચારા કિનારા પાસેથી જ પાછા વળી જાય છે, તો કોઇ આગળ જઇને મઝધારમાં ડૂબી જાય છે. કોઇ માત્ર તરીને આખી જિંદગી તરતાં-તરતાં જીવનસાગર પાર કરે છે, પણ કેટલાક મરજીવા સાગરસાવજ એવા હોય છે કે જે સાગરના પેટાળમાંથી એક પછી એક મોતી લાવીને દુનિયાને ઝળહળાટ આપે છે.

સૌથી વધુ કુપોષણથી પીડાતા એવા ગરીબ અને પછાત લોકોનાં મહારાષ્ટ્રના મેલઘાટ વિસ્તારમાં વસતા ડૉ. રવીન્દ્રએ એમ.બી.બી.એસ.ની પદવી હાંસલ કર્યા પછી જિંદગીની રાહ મળી જતા રળવાનો વિચાર છોડી દીધો. કેટલાંકને માત્ર જિંદગીમાં રળવાનો જ, કમાણી કરવાનો જ, ખ્યાલ આવે છે. એને આખી જિંદગી કોઇ રાહ મળતો નથી.

આ મરજીવાએ અપાર મુશ્કેલીઓનો મુકાબલો કરીને પોતાના વતનને આબાદ કરવાનો પ્રયત્ન કર્યો. એમણે પોતાના મોલઘાટ વિસ્તારના જનજીવનનું ઊંડું સંશોધન કર્યું. આજ સુધી અહીં આવેલા સંશોધકોને 'ચોંકાવનારા' આંકડાઓમાં રસ હતો. ડૉ. રવીન્દ્ર કોલ્હેને આદમીઓમાં રસ હતો.

આ વિસ્તારમાં થતાં બાળમરણનાં ઊંચા આંકને જોઇને એમણે કોઇ રાજકીય નેતાની માફક શાસક ઉપર આક્ષેપોની ઝડી વરસાવી નહીં. કોઇ પત્રકારની માફક આવી વિદારક પરિસ્થિતિનો વેદનાજનક ચિતાર આપ્યો નહીં. કોઇ સંશોધકની પેઠે એની ભીતરમાં જવાને બદલે નજરે દેખાતી હકીકતોનાં આંકડા શોધ્યાં નહીં.

એણે મૂળમાં જવાનો વિચાર કર્યો અને ખ્યાલ આવ્યો કે બાળમરણની પાછળ કોઇ ન્યુમોનિયાને કારણ ગણે છે, પણ એ જોતું નથી કે શિયાળામાં કડકડતી ઠંડીમાં પોતાની જાતને બચાવવા માટે એમની પાસે એક ગરમ ધાબળો પણ નથી. કોઇ એ જોતું નથી કે એમના ઘરમાં ગરીબી આંટા મારે છે. માત્ર એટલો જ અફસોસ વ્યક્ત કરે છે કે કુપોષણને કારણે અહીં મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘણી મોટી છે.

ન્યુમોનિયામાં બાળકો થતાં બાળકોના મૃત્યુના દર અંગે ઘણા સમાજચિંતકો ચિંતા સેવતા હતા, પરંતુ ડૉ. રવીન્દ્ર કોલ્હે અને ડૉ. સ્મિતા કોલ્હેએ કહ્યું કે એ બાળકોને ઠંડીથી કોઇ રક્ષણ મળતું નથી અને અંતે મોત જ એમને ઓઢવાનું આખરી કફન બને છે. કુપોષણની વાતો કરનારાઓને આ દંપતીએ બતાવ્યું કે ચોમાસાની ઋતુ પૂરી થતાં જ અહીંના ખેડૂતો પાસે જીવવા માટે એક દમડી પણ રહેતી નથી. જેમની પાસે પૈસા ન હોય, ખાવા માટે ભોજન ન હોય, એ કુપોષણનો શિકાર બને તે સ્વાભાવિક છે. ખરેખર તો કુપોષણ દૂર કરવા માટે અહીંના ખેડૂતોની આવકમાં સુધારો કરવો જોઇએ.

એમણે મેલઘાટના ગામડાંઓમાં પહેલું કામ ગ્રામજનોને સ્વાસ્થ્ય સેવા આપવાનું કર્યું. આખા ગામમાં એકે ડૉક્ટર નહીં, ત્યારે ગામનો દિકરો જ બધું જ છોડીને ડૉક્ટરી કરતો હોય, તેનાથી ગામલોકોને બીજો હરખ કયો હોય ? એ પછી ગ્રામજનોએ આવીને પોતાના લાડકા દીકરાને કહ્યું, 'આ ઢોર જીવતાં નથી એનું કંઇ કર. એ રોગથી ઘેરાઇ વળે છે અને ઢોર જતાં દુઃખના ઢગલાની વચ્ચે જીવવું પડે છે. ઢોર એ તો અમારા જીવનનો આધાર છે. એ મરી ગયા પછી ખેતી કરવી કઇ રીતે ? અને ખેતી ન હોય તો જીવવું કઇ રીતે ?'

ગામના લોકો ડૉ. રવીન્દ્ર કોલ્હે અને ડૉ. સ્મિતા કોલ્હે પર આશા બાંધીને બેઠા હતા. આ દંપતિ વિચારવા લાગ્યા કે પોતાના પ્રિયજનોની આશાને છેહ કઇ રીતે દઇ શકાય ? પણ એમને ન તો પ્રાણીની શરીર રચનાનો ખ્યાલ હતો કે ન તો પ્રાણીને થતાં રોગોનો અંદાજ હતો.

આ ડૉક્ટર દંપતી એમના મિત્ર એવા પ્રાણી-ચિકિત્સક પાસે ગયા. એમની પાસે બેસીને પ્રાણીઓની શરીરરચનાનો અભ્યાસ કર્યો. એમને થતાં રોગોનું જ્ઞાાન મેળવ્યું અને પછી ગામમાં આવીને પ્રાણીઓની સારવાર કરવા લાગ્યા. પણ આ ગામોમાં ખેડૂતોની વસ્તી હતી અને એમને માટે ખેતી એ જ એક આધાર. અને ખેતીમાં કશો કસ નહોતો.

આને માટે નવા નવા પ્રયોગો કરવા પડે, નવી નવી પદ્ધતિઓ શોધવી પડે. વધુ પાક મળે તેવાં આયોજનો કરવાં પડે અને કૃષિવિજ્ઞાાનનો અભ્યાસ કરવો પડે.

આથી રવીન્દ્ર કોલ્હેએ કૃષિ વિદ્યાપીઠમાં જઇને કૃષિ વિજ્ઞાાનનો અભ્યાસ કર્યો અને પછી વતનની માટીમાં થતી ખેતી વિશે વિચારવા લાગ્યા. એમણે જોયું કે બીજ વાવે અને ફંગસ થઇ જાય, તો ખેડૂતની સઘળી મહેનત પર પાણી ફરી વળતું. એ ખેતર ખેડે, બીજ વાવે અને કશું ઊગે નહીં ! આથી ડૉ. કોલ્હેએ ફંગસ પ્રતિરોધક એવા વિવિધ પ્રકારનાં બીજ વિકસાવ્યાં, એટલું જ નહીં પણ એમણે પોતે જાતે ખેતીમાં એનો પ્રયોગ કરીને સહુને એની ખાતરી આપી.

એમણે બીજો પ્રયત્ન ખેતીની નવી ટેકનિક માટે કર્યો. એ ટેકનિકથી વધુ પાક મળવા લાગ્યો અને ખેડૂતોને વધુ આવક થવા લાગી. ત્યારબાદ પર્યાવરણ સુરક્ષા માટે અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચે ેતે માટે એમણે કેમ્પ યોજવાનું શરૃ કર્યું. આ ખેતીપ્રધાન પ્રદેશમાં નવસંચાર કરીને ખેડૂતોને નવજીવન આપવા માટે એમણે એક સૂત્ર આપ્યું :

'પ્રગતિ માટે ખેતી કરવી જરૃરી છે અને યુવાન લોકોએ તેને નવા પ્રયોગો કરીને અપનાવવી જોઇએ.' પોતાનો આ સંદેશો એમણે ઠેરઠેર ફરીને યુવાનોને આપ્યો. માત્ર આ સંદેશો સમાજમાં ફેલાવીને એમણે ઇતિશ્રી માન્યું નહીં. એમણે એમના મોટા દીકરા રોહિત કાલ્હેને ખેડૂત બનાવ્યો.

ખેતીનું કામ શીખવ્યું અને પછી એમણે ઘર આંગણે જ પ્રયોગો કરવાનું શરૃ કર્યું. જેમાં આવક થાય એવા પાકો ઉગાડવા લાગ્યા. એમણે જોયું કે મહારાષ્ટ્રમાં સોયાબીનની ખેતી થતી નથી. પોતાના મેલઘાટ વિસ્તારમાં એમણે સોયાબીનની ખેતી કરીને આસપાસના ગામડાંઓનાં ખેડૂતોને એક નવા પાકની ઓળખ આપી.

એ જ રીતે એમણે ખેડૂતોને સમજાવ્યું કે તમારી પ્રાથમિક જરૃરિયાતો પૂરી થાય એવો પાક પહેલા ઊગાડો, જેથી એને માટે તમારે બીજા પર નિર્ભર રહેવું પડે નહીં. કોલ્હે દંપતીએ એમને પ્રાથમિક જરૃરિયાતો માટેના જરૃરી પાક વાવવાની સમજણ આપી અને મિશ્ર ખેતીથી થતાં લાભો ખેડૂતોનાં ગળે ઉતાર્યાં. બીજાને સલાહ આપવા કરતાં કોલ્હે દંપતી પોતે જ એનો પ્રયોગ કરી બતાવે છે. આજે એમનો મોટો પુત્ર રોહિત કોલ્હે ખાનગી ફાર્મ ધરાવતા ખેડૂત જેટલી જ કમાણી કરે છે.

આ દંપતીએ જોયું કે ખેડૂતોને દુષ્કાળ કે અનાવૃષ્ટિની ચિંતા સૌથી વધુ સતાવે છે. આથી એમણે પહેલું કામ આસપાસના જંગલની સુરક્ષાનું કર્યું. જંગલ રક્ષિત, તો ખેતી સુરક્ષિત, જંગલનો નાશ થશે તો ખેતીનો સર્વનાશ થશે. વળી એમણે પર્યાવરણના ચક્ર અંગે અભ્યાસ કરીને તારવણી કાઢી કે દર ચાર વર્ષે અમુક કુદરતી ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય છે. આને પરિણામે આજે તેઓ આવનારા દુષ્કાળની કે અનાવૃષ્ટિની આગાહી કરી શકે છે અને એ સમયનો સામનો કરવા માટે ગ્રામજનોને સજ્જ કરી શકે છે.

એમમે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અપનાવી અને એના દ્વારા વર્ષાઋતુ દરમિયાન સહુને પૂરતો આહાર મળી રહે એવું આયોજન કર્યું. મહારાષ્ટ્ર-વિદર્ભના પ્રદેશોમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓએ આખા દેશની ઊંઘ ઊડાડી દીધી છે, ત્યારે આ મેલઘાટ ખેડૂતો માટે સુસાઈડ-ફ્રી-ઝોન બન્યો છે. અહીંના ખેડૂતોને દેવું કરવું પડતું નથી અથવા તો પાક નિષ્ફળ જાય તો એમને માટે આભ તૂટી પડતું નથી.

કોલ્હે દંપતિનો એક જીવનમંત્ર છે કે માનવીને રોટલો આપશો તોે તેની પેટની આગ ઓલવાશે અને એક દિવસની ભૂખ ભાંગશે, પણ જો તમે તેને જાતે રોટલો રળતા શીખવશો તો તમે તેની જિંદગીભરની ભૂખ ભાંગશે. કોલ્હે દંપતીના આ જીવનમંત્રએ ગ્રામજનોને સ્વાવલંબી અને સ્વનિર્ભર કરી દીધા.

એક વાર 'રાજ્ય પબ્લિક વર્ગ ડિપાર્ટમેન્ટ'ના પ્રધાન આ વિસ્તારની મુલાકાતે આવ્યા. એમણે કોલ્હે દંપતીને જોયા. એથીયે વિશેષ એમની સાવ સાદી રહેણીકરણી અને જીવન જોઇને એમને પારાવાર આશ્ચર્ય થયું. ડૉક્ટર દંપતીનું ઘર એક આદિવાસી ખેડૂતના ઝૂંપડા જેવું હોય ખરું ? એમણે ડૉ. રવીન્દ્ર કોલ્હેને કહ્યું કે હું ઇચ્છું છું કે તમે એક મોટું સારું ઘર બનાવો.

જેથી નિરાંતે રહી શકો અને એ મો તમામ સહાય આપવા હું તૈયાર છું, ત્યારે ડૉ. સ્મિતા કોલ્હેએ પ્રધાનને કહ્યું કે, 'તમે અમને મોટું ઘર બાંધી આપો તેવી અમારી ઇચ્છા નથી. પરંતુ તમે આ ગામોને સારા રસ્તા બનાવી આપો એવી અમારી ઇચ્છા છે.' પ્રધાને એમની વાતનો સ્વીકાર કર્યો. વચન આપ્યું અને એથી વિશેષ પાળ્યું પણ ખરું.

આજે મહારાષ્ટ્રના સૌથી પછાત એવા મેલઘાટ વિસ્તારનાં ત્રણસો ગામડાંઓમાંથી સિત્તેર ટકા ગામડાંઓ એકબીજા સાથે રસ્તાથી જોડાયેલાં છે. આ વિસ્તારમાં ત્રણસોને પચાસ જેટલી સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. તેઓ અહીં આવીને ગરીબોને જીવનજરૃરિયાતોની ચીજવસ્તુનું મફત વિતરણ કરે છે, પણ આ કોલ્હે દંપતીને તો જુદો રાહ અપનાવ્યો. એમણે આ પ્રદેશના આદિવાસીઓને સરકારી કે એનજીઓને આધારે જીવનારા નહીં, પરંતુ સ્વ-નિર્ભર બનીને આત્મગૌરવથી જીવનારા બનાવ્યાં.

વર્ષોનાં સંઘર્ષનું આજે એમને ફળ મળ્યું છે. મેલઘાટમાં સારા રસ્તાઓ છે, વીજળી છે, બાર જેટલાં આરોગ્ય કેન્દ્રો છે. આ ડૉક્ટર દંપતી એક રૃપિયામાં દર્દીને જુએ છે, પણ આદિવાસીઓની સારવાર વિનામૂલ્યે કરે છે.

જો એમને વધારે સારવારની જરૃર હોય તો ચીઠ્ઠી લખીને સરકારી દવાખાને મોકલતા નથી, પરંતુ જાતે એને લઇને સરકારી દવાખાને લઇ જાય છે અને એને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી આપે છે. હજી આજે આ ગામમાં સર્જન મળતા નથી. ડૉ. રવીન્દ્ર કોલ્હેએ મોટા પુત્ર રોહિતને ખેડૂત બનાવ્યો. હવે એમના મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતાં નાના પુત્ર રામને સર્જન બનાવવા ચાહે છે અને એમ.બી.બી.એસ.માં ભણતો રામ પણ પિતાની આજ્ઞાા માનીને એ સિદ્ધ કરવા કૃતનિશ્ચયી છે.

કોલ્હે દંપતીનો પોતાના વિસ્તારની કાયાપલટ માટેના અથાગ પુરુષાર્થ વણથંભ્યો ચાલુ છે. આ વિસ્તારના એક પછી એક પ્રશ્નોને એ અગ્રતાક્રમે હાથ ધરે છે. અહીંની વસ્તીને આજીવિકા માટેની વધુને વધુ સુવિધા ઊભી કરવામાં એ કદી પાછી પાની કરતા નથી. ખેતી હોય કે પર્યાવરણ હોય, સ્વાસ્થ્ય હોય કે સુરક્ષા હોય, જે કોઇ પ્રશ્ન હોય, તેનો પહેલાં તેના મૂળમાં જઇને અભ્યાસ કરે છે. અભ્યાસ કર્યા પછી એનો ઉકેલ શોધે છે અને તે ઉકેલનો પ્રચાર કરવાને બદલે એને એ પોતે જાતે પ્રયોગ કરીને લોકોની આગળ ધરે છે.

આથી બીજાઓની માફક એમને કોઇ આંદોલન જગાવવાં પડતાં નથી. બીજાઓની પેઠે ઠેર-ઠેર ફરીને સમજાવવું પડતું નથી. એ તો પોતે જ પોતાના પર પ્રયોગ કરીને પોતાની વાત બીજાના ગળે ઉતારે છે. પરિણામે હવે સરકારી સહાય કે સેવાભાવી સંસ્થાની મદદની કાગ ડોળે રાહ જોતાં મેલાંઘેલાં ગરીબ માણસોને બદલે આ કોલ્હે દંપતીએ એવા ગ્રામજનો તૈયાર કર્યાં છે કે જે જાતે પોતાની ખુમારી પર ઊભા રહે છે અને પોતાની ગરીબીનું પોતે જ નિવારણ કરે છે.

આ દંપતી આ વિસ્તારની સુખાકારી માટે એક પછી એક કામ હાથ પર ધરે છે અને ેતેને પૂરી કરી આગળ ધપતા રહે છે. એમણે સારાં બીજ આપ્યાં, ખેતીની નવી પદ્ધતિ આપી, નવા પાકો ઊગાડતાં શીખવ્યું, પોતાના સ્વાસ્થ્ય અંગે સહુને જાગૃત કર્યા, પર્યાવરણની જાળવણી માટે તૈયાર કર્યાં અને હવે દંપતીનું મિશન છે દરેક ગામડાંઓમાં વીજળી આપવાનું.

એમણે જોયું કે આ ગામડાંઓને જ્યાં જ્યાં વીજળી મળી છે, ત્યાં લગભગ ચૌદ કલાક લોડ શેડિંગ રહે છે અને એથીયે વધારે તો જ્યારે વીજળી ચાલુ હોય છે, ત્યારે વૉલ્ટેજ એટલો બધો ઓછો હોય છે કે ખેડૂતો પોતાનાં ખેતરમાં પંપ પણ ચલાવી શકતા નથી. આટલી વીજળી ખેતી માટે તો સાવ અપૂરતી ગણાય. વીજળીને કારણે સંદેશાવ્યવહારમાં પણ અનેક વિઘ્નો આવે છે. ક્યારેક તો સંપર્ક સાધવા માટે તો એક-એક મહિનો લાગી જાય છે. આજે કોલ્હે દંપતી વીજળીની સુવિધા મેળવવા માટે ઝઝૂમી રહ્યું છે અને અંતરના ભાવથી એટલું જ કહે છે કે,

'તમે અમારે વિશે લખતા હો તો કૃપા કરીને સહુનું એ બાબતમાં ધ્યાન દોરજો કે મેટ્રો સિટીમાં મોલ ચલાવવા માટે જેટલી વીજળી જરૃરી છે, તેટલી જ વીજળી ગામડાંઓમાં ખેતી કરવા માટે જરૃરી છે.'

પ્રસંગકથા

પગ નીચેથી સરકતી જમીન: શું કરીશું ?

રમેશની વાત પર મિત્રોને સહેજે વિશ્વાસ બેઠો નહીં. વાત નીકળી હતી વકીલોની અને એમની રીતભાતની. રમણે કહ્યું કે વકીલ એવા હોય છે કે પહેલાં ફી લે છે અને પછી કેસ લડે છે.

જિજ્ઞોશે કહ્યું કે વકીલને કેસ લડવા કરતાં કેસ લાંબો ચાલે એમાં વધુ રસ હોય છે.

જગને એમાં વળી ટાપશી પૂરી. એણે કહ્યું કે વકીલો સંતાકૂકડીની રમત ખેલતા હોય છે. એક વાર એક પક્ષનો વકીલ આવતો નથી, તો બીજી વાર સામા પક્ષનો વકીલ આવતો નથી.

આ બધી વાતો ચાલતી હતી, ત્યારે રમેશે કહ્યું, ''તમે વકીલે ક્યારેય અસીલને દાન આપ્યું હોય તેવું સાંભળ્યું છે ? મને એક વકીલે દોઢસો રૃપિયાનું દાન આપ્યું છે.''

આ વાત સાંભળીને મિત્રો ખડખડાટ હસી પડયા. રમણે કહ્યું, ''હોય નહીં, કદાચ તમને સપનું આવ્યું હશે.''

જિજ્ઞોશે વળી એક નવો તર્ક રજૂ કર્યો, ''એ તારા કાકા થતા હશે, તેથી તને આટલા રૃપિયા ભેટ આપ્યા હશે.''

જગને કહ્યું, ''ના ના, તેં એની દલાલી કરી હશે. સાચું કહે !''

રમેશે કહ્યું, ''સાવ સાચું કહું છું. મને એક વકીલે એક હજાર રૃપિયાનું દાન આપ્યું.''

''કઇ રીતે ?''

''આજથી ચાર વર્ષ પહેલાં થયેલી રેલવે દુર્ઘટનામાં હું ઘાયલ થયો હતો અને ચાર મહિના પથારીવશ રહ્યો. એ તો તમને બધાને યાદ છે ને ! આને માટે મેં રેલવે પર નુકસાનીનો દાવો માંડયો. કેસ લડવા માટે વકીલને એકવીસ હજાર રૃપિયાની ફી આપવાનું નક્કી કર્યું. વીસ હજારના વળતરનો દાવાનો કેસ અમે અપીલમાં પણ જીતી ગયા. વકીલનું કુલ બીલ એકવીસ હજાર રૃપિયાની માગણી ક્યારેય કરી નથી. કહો, વકીલે  મને દાન કર્યું ને !''

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ પેલા વકીલે એક હજાર રૃપિયાની ફી લીધી નહીં એ જ રીતે આપણે ત્યાં શહેરીકરણ, મકાનોનું દબાણ અને વધતી વસ્તીએ એની એક ફી જવા દીધી છે અને તે છે મૂલ્યવાન જમીનની. એક બાજુ બેરોજગારી અને ખેતીના પ્રશ્નો વધી રહ્યા છે અને બીજી બાજુ અત્યંત ફળદ્રૂપ જમીન ગુમાવી રહ્યા છીએ. સમુદ્ર અને નદીના કારણે તો જમીનનું ધોવાણ થાય છે. એમાં વળી અંધાધૂંધ રસાયણના ઉપયોગને લીધે અને જંગલોનાં નાશને કારણે સતત જમીન ઉજ્જડ બની રહી છે અને રણનો વિસ્તાર વધી રહ્યો છે.

વિકાસ ગમે તેટલો કરીએ તો ઉજ્જડ જમીનને ફળદ્રૂપ બનાવવી મુશ્કેલ છે. એ ન તો કારખાનામાં બની શકે છે અને ન તો આયાત થઇ શકે છે.

બીજી બાજુ ધરતીના પેટાળમાંથી થતું દોહન અને સિંચાઇને કારણે જમીનની ફળદ્રૂપતા નષ્ટ થઇ રહી છે. થારનું રણ રાજસ્થાનથી બહાર નીકળીને હવે બીજાં રાજ્યોમાં ફેલાઇ રહ્યું છે. એની આસપાસના ઇલાકાઓની ૨૪ ટકા જમીનની ફળદ્રૂપતા નષ્ટ થઇ છે. જે દેશની આબાદીનો મુખ્ય આધાર ખેતી છે, એ દેશમાં એક તૃતીયાંશ જમીન ઉજ્જડ બને, એ ખરેખર ગંભીર ઘટના છે.

 

Post Comments