Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

'હારું તે હું નહીં' એમ માનનારી વિમલા કૌલ

દડાની જેમ અહીંથી તહીં ગબડતી શાળા

બહુત મિલતે હૈ વિકલ્પ, ગુમરાહ હોને  કે લિયે, સંકલ્પ એક હી કાફી હૈ, મંઝિલ પાને કે લિયે

'તમારી વાતોમાં વચ્ચે વચ્ચે દખલ કરીને હાથ લંબાવીને કશુંક માંગતા આ ગરીબ ચીંથરેહાલ બાળકોને આમ બિસ્કીટ આપીને દૂર હટાવવાથી કંઈ નહી વળે. એમને તો બ્રેડ અને બટર કઈ રીતે મેળવી શકાય તે પ્રકારે આજીવિકા મેળવવાનું શીખવાય તો એમને જિંદગી જીવવાનો સાચો રાહ મળી જશે.'

ગરીબ વિસ્તારમાં વસતી એક મહિલાએ શ્રીમતિ વિજયા કૌલને આ સાચી સલાહરૃપ શબ્દો કહ્યા અને એના મનમાં પ્રચંડ મનોમંથન જાગ્યું વાત તો એવી હતી કે, દિલ્હીથી બે કલાકના અંતરે આવેલા મદનપર- ખદર ગામના ચોરા પર વિમલા કૌલ વડીલો સાથે વાતચીત કરતા હતા, ત્યારે કેટલાક છોકરાઓ એમને ઘેરી વળ્યા.

આ તદ્દન ગરીબ અને નાનકડી ચડ્ડી પહેરીને ખુલ્લા શરીરે આમતેમ રખડતાં છોકરાંઓએ પૈસાની ભીખ માટે ધમાલ મચાવી મૂકી. એમણે છોકરાઓને બિસ્કીટ આપીને શાંત પાડવા પ્રયાસ કર્યો, પરંતુ પેલી અજાણી મહિલાના શબ્દો એમના હૈયાં સોંસરવા ઉતરી ગયા અને એમણે નક્કી કર્યું કે, આ ગરીબ વસ્તીનાં બાળકોને દાન નથી આપવું,પણ સર્વોત્તમ દાન સમું જ્ઞાાનદાન આપવું છે.

એમણે જોયું કે, આ ગરીબ વિસ્તારના બાળકોને ભોજન આપવું કે, કપડાં વહેંચવા એ એમને માટે ઉપયોગી કાર્ય છે, પરંતુ આ બધા ટૂંકાગાળા માટે એમને સહાયરૃપ બને છે. એમની ગરીબીને ફેડે એવું કોઈ કામ કરવું જોઈએ. આ બાળકો પગભર બને તે માટે એમને શિક્ષણ આપવું જોઈએ. એનાથી એમનામાં જાતે કમાવાનો આત્મવિશ્વાસ જાગે અને મહેનતથી જીવન ઘડવાનાં પાઠ શીખી શકે. ઘણાં ગરીબ બાળકો તો એવાં હતાં કે આર્થિક અભાવના કારણે હજી બીજા ધોરણમાં ઉત્તીર્ણ થયા ન હોય અને એમને મજૂરીએ જોતરી દેવામાં આવતાં. અભ્યાસ છોડી દેવો પડતો હતો.

આ સમસ્યાને ઉકેલવા માટે આજથી વીસ વર્ષ પૂર્વે એમણે અભ્યાસ આપવાનું કામ શરુ કર્યું. ૧૯૯૪માં મદનપુર ખદર ગામમાં સીવણનાં વર્ગો શરુ કર્યા. શરુઆતમાં નાની મોટી વયની ૪૪ મહિલાઓ આમાં સામેલ થઈ. ધીરે ધીરે એમાં બાળકો અને પુરુષોનો પણ પ્રવેશ થવા લાગ્યો અને આજે ૧૧૦ જેટલા સ્ત્રી-પુરુષો અને બાળકો શિક્ષણ પામે છે.

બીજાની રોજી પર નિર્ભર રહેવા કરતાં પોતાના રોટી નાની હોય, તો પણ વધુ મીઠી હોય છે. વિમલા કૌલે વિચાર્યું કે મારે ગરીબ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો પ્રસાર કરવો છે. આરંભે પોતાના આ વિચારને અમલમાં મૂકવા માટે ભણવાની રુચિ અને  ઇચ્છા ધરાવનાર પાંચ બાળકોને ભેગા  કર્યા. કોઈ જગા તો ક્યાંથી  મળે ? દિલ્હીના  ચોપાલ વિસ્તારની નાનકડી  ઝુંપડપટ્ટીની જાહેર જગામાં પાંચ બાળકો સાથે એમના પહેલો વર્ગનો પ્રારંભ થયો.

આ વર્ગનું સ્થળ જાહેર  બગીચો હતો અને ત્યાં એક  ખૂણે વિમલા કૌલ એમના શિક્ષણનાં વર્ગો ચલાવે. ધીરે  ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી. કયારેક આર્થિક કટોકટીને કારણે વર્ગો  બંધ કરવા પડે એવી પણ પરિસ્થિતિ ઉભી થઇે.

વિમલા કૌલ  કહે છે કે,  શિક્ષણમાં એવી તાકાત  છે કે એ  જિંદગીને નવો વળાંક આપી શકે  છે. શરુઆતમાં એમણે બગીચામાં પહેલો  વર્ગ શરુ કર્યો ત્યારે  એક સ્થાનિક  શિક્ષક પણ  રાખ્યા હતા,  પરંતુ બન્યું  એવું કે શિક્ષક મદનપુર-  ખદર ગામ છોડીને  ચાલ્યા ગયા. આથી  એમણે દિલ્હી નજીક આવેલા  'સરિતા  વિહાર'માં  બાળકોને  લાવીને  ભણાવવાનું શરુ કર્યું. શરુઆતમાં વર્ગો  ચલાવવા માટે એક  બગીચામાંથી બીજા બગીચામાં  ભટકવું પડતું હતું. વળી શાળા માટે મકાન ભાડે લેવું એમને પરવડે તેવું નહતું.

એક  વખત એવું  પણ બન્યું  કે, સ્થાનિક  લોકોના સંપર્કના કારણે વિમલા કૌલને  આ વર્ગો  બંધ કરવા  પડયા. આવે  સમયે પંડિત  મદનમોહન માલવિયા ટ્રસ્ટ એમની મદદે આવ્યું અને 'ગુલદસ્તા' નામની સંસ્થાનુ સર્જન થયું. આજે  આ  'ગુલદસ્તા'માં  વિદ્યાર્થીઓને  શિક્ષણ  આપીને  એમના  જીવનને સુગંધિત બનાવવા  કોશિષ થાય છે.  ચાર ઓરડાના ફ્લેટમાં  ચાર શિક્ષકોની મદદથી આજે  ૧૨૦ વિદ્યાર્થીઓને જુનિયર  કે.જી.થી શરુ કરી  બીજા ધોરણ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

વિમલા કૌલ  સાઇઠમા વર્ષે નિવૃત્ત થયા  હતા. આજે ૮૩મા વર્ષે  પણ અનાથ બાળકોને ભણાવવા  માટે પ્રવૃત્ત છે.  નિવૃત્તિ પછી સામાન્ય  રીતે કોઈ નિરાંતનો  વિચાર કરે  ત્યારે વિમલા  કૌલ ગરીબ  બાળકોને વધુ  ને વધુ શિક્ષણ કઈ રીતે  આપી શકાય તેનો વિચાર કરે છે.  એમની પાસે પૈસા નહોતા પરંતુ આર્થિક મુશ્કેલીના કારણે પોતાના કાર્યને અટકાવવા ચાહતા નહોતા. વિમલા  કૌલના વર્ગોમાં  આવતા બાળકોના  વર્તનમાં ધીરે  ધીરે પરિવર્તન આવવા લાગ્યું.  એ વધુ સક્રિય અને  વિશ્વાસપાત્ર બન્યા. સમર કૅમ્પમાં ભાગ લેવા માંડયા અને નૃત્ય  જેવી અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં આગળ આવવા લાગ્યા.

જેમણે જીવનમાં કદી ભણવાની કલ્પના કરી નહોતી એવા બાળકોને વિમલા કૌલના પ્રયત્નોને પરિણામે શિક્ષણની તક મળી. સરકારી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરનાર  વિમલા કૌલને શિક્ષણ  આપવામાં આનંદ મળવા  લાગ્યો. એ વંચિત બાળકોને શિક્ષણ આપવા લાગી. આ  બાળકોના માતાપિતા મોટે ભાગે ડ્રાઇવર કે ઘરઘાટીનું કામ કરનારા હતા.

રસ્તા પર આવેલી મધ્યમ વર્ગની કૉલોનીમાં એ બધા  એક કે  બીજા પ્રકારની  નોકરી કરતા  હતા. વિમલાએ  સરકારી શાળાનો બરાબર અનુભવ  મેળવ્યો હતો. એણે  જોયું હતું કે,  સંખ્યા બતાડવા માટે સરકારી શાળામાં નબળાં બાળકોને પણ આગળના વર્ગમાં ચડાવવામાં આવતા હતા. એક બાજુ  બાળકોને યોગ્ય શિક્ષણ ન  મળે અને બીજી બાજુ  એ બાળકોને એ જ વર્ગમાં રાખીને  એક વર્ષ વધુ ભણાવવાનો  સિદ્ધાંત પણ અપનાવવામાં આવતો નહીં.

આનાથી  એવું  બનતું  કે  બાળકોનો  અભ્યાસ  નબળો  રહેતો.  એ હિંદી કે અંગ્રેજીમાં એક  સાચું વાક્ય પણ લખી  શકતા નહીં. આથી વિમલાએ  એક નવી પદ્ધતિ અપનાવી.  એ પરીક્ષા લે  છે અને પરીક્ષામાં  બાળક નબળો પુરવાર થાય, તો  એને એ જ  વર્ગમાં રાખે  છે.  આની પાછળનો એનો  મુખ્ય આશય છે બાળકોને યોગ્ય શિક્ષણ આપીને  તૈયાર કરવા. એ વિદ્યાર્થીઓને અંગ્રેજી, વિજ્ઞાાન,  ગણિત  અને  પર્યાવરણનું  શિક્ષણ  આપે  છે.  એમની  પાસે એક કોમ્પ્યુટર  પણ  છે.  વ્યાયામ,  યોગ  અને  નૃત્ય  જેવી પ્રવૃત્તિઓ આ બાળકોને  કરાવે છે.  એમણે જોયું  કે આ  બાળકો પ્રતિભાશાળી છે. માત્ર એમને યોગ્ય  દિશા અને માર્ગદર્શન  આપવાની જરૃર છે.  જો અન્ય બાળકોને મળતી તક અને સગવડ એમને પૂરી પાડવામાં આવે, તો એ નવાઈ પમાડી શકે તેવી શક્તિ બતાવી શકે તેવાં છે.

આથી ગુલદસ્તા  એ કોઈ મોટી શાખ  ધરાવતી, મોટા બેનરવાળી કે  તોતિંગ ફી લઈને ચાલતી  શાળા નથી. ખરેખર તો  જેમ દડો અહીંથી ગબડતો  ગબડતો ત્યાં જાય અને ત્યાંથી ગબડીને બીજે જાય,  એમ હરતી-ફરતી શાળા છે. પહેલાં તો એમણે  પોતાની  હાઉસિંગ  કોલોનીમાંથી  આની  શરુઆત  કરી. દોઢસો જેટલા બાળકોને પ્રવેશ આપ્યો. થોડો સમય બધું બરાબર ચાલ્યું ખરું પરંતુ પછી એક ચીડાયેલા  પડોશીએ બૂમાબૂમ કરી.  ભૂખ હડતાલ પર  ઊતરવાની ધમકી આપી. આને પરિણામે એમને શાળા બદલવી પડી.  આમ છતાં પણ શિક્ષણ આપવાની તમન્ના જ બરકરાર રહી.

૧૯૯૩માં  એમના  પતિ  હરિ  મોહન  કૌલ  સાથે  શિક્ષણથી  વંચિત બાળકોની જિંદગીનું ઘડતર કરવા માટે  School-Cum- Learnign Centre ની સ્તાપના કરી.  આ સેન્ટરમાં વિદ્યાર્થીઓને  આનંદપૂર્વક ભણાવવામાં આવે છે અને પળેપળનો સદુપયોગ શીખવવામાં આવે છે. ૨૦૦૯માં એમના પતિના અવસાન પછી એની  સઘળી જવાબદારી વિમલા  કૌલ સંભાળે છે.  આ કામમાં અવરોધો  તો પારાવાર આવ્યા.

પહેલો સવાલ હતો શિક્ષણ માટે શાંત સ્થળની શોધ કરવી. બીજો સવાલ હતો કે શરુઆતમાં શિક્ષકો  રાખી શકાય તેમ નહોતું,  તેથી સઘળી જવાબદારી પોતે ઉઠાવવી અને  છેલ્લો સવાલ તે  પૈસાનો હતો. કઈ  રીતે એનો ઉકેલ  કરવો ? વિમલા કૌલે  આ બધા પડકારોનો સામનો  કર્યો 'હારું તે હું  નહી' એવું માનનાર વિમલા  કૌલ હસતાં હસતાં પોતાની  મુશ્કેલીઓને ઉડાવી દેતાં કહે છે, 'ભગવાન  મારા ઇરાદાઓને જુએ છે.  એ મને મદદ કરશે  એવી ખાત્રી છે. અને એ મને મદદ કરે છે.'

આજે  તો  શિક્ષણના  વર્ગો,  કમ્પ્યૂટરના  વર્ગો,  બ્યુટિશિયન કોર્સ, મેંદીના  વર્ગો અને નૃત્યના વર્ગો ચાલી રહ્યા છે. ગ્રામજનો માટે હેલ્થ અને આઇ  કેમ્પના આયોજનો થવા  લાગ્યા છે. દર  વર્ષે આ સંસ્થા  'કડવા ચોથ'ના દિવસે આવા કેમ્પોનું આયોજન કરે છે. આ વિસ્તારમાં રહેતા લોકો કેમ્પ  ક્યારે યોજાય એની  રાહ જુએ છે,  તો આ કેમ્પ  સમયે સ્ટોલ કરવા  માટે હોડ  જાગે છે.  વળી આ  વિસ્તારની મહિલાઓ  હાથ અને  પગ પર મેંદીની જુદી જુદી ડિઝાઇનો કરવા માટે દોડી આવે છે.

બે દિવસના આ કેમ્પમાંથી થતી  રકમમાંથી કૅમ્પનું આયોજન કરનારી બહેનો કંઈકના જીવનમાં આનંદરંગો ભરી દેવા માટે પોતાની કમાણીનો  અમુક ભાગ આપે છે. અમુક કૌશલ્યમાં  પારંગત કન્યાઓની અભ્યાસની  કારકિર્દી માટે સ્પોન્સર પ્રોગ્રામ  શરૃ કર્યા  છે એ   રીતે કન્યા  શિક્ષણનો વ્યાપ  વધે તેવો પ્રયાસ કરવામાં આવે છે.

આજે પણ ૮૩ વર્ષના વિમલા કૌલ  વીસ વર્ષ પહેલા જેવો જુસ્સો ધરાવતા હતા તેવો જ જુસ્સો ધરાવે છે. શિક્ષકનો  આ જીવ આજે પણ ઉત્સાહથી શિક્ષણમાં ડૂબેલો  રહે છે.  શિક્ષણથી વંચિત  બાળકોને શિક્ષણ  આપવા માટે પોતાની સઘળી  શક્તિ,  સમય  અને  સંપત્તિ  ખર્ચે  છે.  ૮૩  વર્ષની ઉંમરે ઘણી વ્યક્તિઓ પોતાની  યાદદાસ્ત ગુમાવી બેસતી  હોય છે. ત્યારે  વિમલા કૌલ શિક્ષણ,  તાલીમ અને  વ્યવસાયિક કેળવણી  સાથે માર્ગદર્શન  આપીને ઘણાં યુવકોની જિંદગીમાં પરિવર્તન આણે છે. આ બાળકો માત્ર પદવીધારી સ્નાતકો જ નથી,  પરંતુ સારી  આવક મેળવનારા  અને પોતાના  માતા-પિતા કરતા સારી જિંદગી જીવી શકનારા છે.

ઉંમરે વિમલા  કૌલ સામે કદી  અવરોધ ઊભો કર્યો  નથી. ૮૩ વર્ષની  ઉંમરે પહોંચેલી મોટા ભાગની વ્યક્તિઓને વિસ્મૃતિ પજવતી હોય છે. પરંતુ વિમલા કૌલની  સ્મૃતિ હજી  એટલી ને  એટલી જ  તેજતર્રાર છે.  એ 'ગુલદસ્તા'ના બાળકો સાથે એક થઈને રમે છે. 'ગુલદસ્તા'ના જેવું આનંદથી છલકાતું જીવન જીવે છે.  વિમલા કૌલ કહે છ  કે, 'હું એક બાળકને  ય તેના સંજોગોમાંથી બહાર લાવી શકું છું. તેટલું મારે  માટે પૂરતું છે હું શિક્ષણની સાથે મોટે ભાગે એમને એમનું ખોવાયેલું બચપણ પાછું આપવા પ્રયત્ન કરું છું. તેમને કોઈ સુખદ  સ્મૃતિ પ્રદાન કરવા માંગુ છું કે  મોટા થઈને એ સુખદ સંભારણાઓને વારંવાર યાદ કરે.'

પ્રસંગકથા

પાંચ વર્ષમાં એક લાખ કરોડની ભેટ !

નિશાળમાં ત્રણ  મિત્રો ગોઠડી માંડીને  બેઠા હતા. ટોની  કહેતો હતો કે 'જાપાનમાં એક અદ્ભુત યંત્ર શોધાયું છે. એ સ્વયંસંચાલિત યંત્રમાં તમે પૈસા નાખો  એટલે તમારા અભ્યાસક્રમ  પ્રમાણે તમામ પાઠય  પુસ્તકો મળી જાય.'

સાંભળીને રોની ખુશ થયો અને  બોલ્યો, 'હાશ, ભવિષ્યમાં ખરીદી કરવા માટે પાઠય પુસ્તકની  દુકાનમાં જવું નહીં  પડે. એ દિવસોમાં  એટલી બધી ભીડ હોય છે  કે ન પૂછો  વાત. સાચે જ  આવી ક્રાંતિકારી શોધ  કરવાની જાપાન સિવાય બીજા કોઈ દેશ પાસે આવડત નથી.'

જોની કહ્યું,  'અરે, એમાં તો શી  મોટી ધાડ પાડી. હું  તો એવા મશીનની રાહ જોઉં છું કે, જેમાં તમે  તમારાં પાઠયપુસ્તકો નાખો અને એ દરેકના ભાવ પ્રમાણે તમને રોકડા પૈસા મળી જાય. તો ખરી લીલાલહેર થઈ જાય.'

- આ વાત અમને  એટલા માટે યાદ આવી કે, જોનીને  ય પણ આંટે એવા 'કાબેલ' લોકો આ  દેશમાં છે. જોનીએ  ઇચ્છા કરી હતી  એવું મશીન મેહૂલ  ચોક્સી, નીરવ મોદી,  વિજય માલ્યા અને  વિક્રમ કોઠારી જેવાઓએ  બનાવી જાણ્યું. પાઠય પુસ્તકમાંથી  રોકડા પૈસા ઊભા  કરવાની જોનીની ઇચ્છા  હતી, તો આ લોકોએ બેંકો દ્વારા પૈસા ઊભા કરવાની ઇચ્છા રાખી.

છેલ્લા પાંચ વર્ષમાં દેશની બેંકો સાથે  એક લાખ કરોડ રૃપિયાથી વધુ પણ છેતરપિંડી કરવામાં આવી છે. ૨૦૧૩-૧૪માં  આ આંકડો ૪૩૦૬ કરોડનો હતો, જે ૨૦૧૬- ૧૭માં ૨૩૮૬૬ કરોડ સુધી પહોંચી ગયો !

મજાની વાત તો એ છે કે આ બેંકો પાસેથી લાખ- બે લાખની લોન લેવા જનારને કેટલાય કાગળિયા કરવા પડે છે.  ધક્કા ખાવા પડે છે. જ્યારે ઉદ્યોગપતિઓ પર સામેથી ધનવર્ષા કરે છે. સવાલ એ  છે કે આ બધાની જવાબદારી કોના પર ?

માત્ર ગુનેગારો પર નજર રાખીએ છીએ, પણ ગુનામાં મદદ કરનારાઓ ભૂલી જવાય છે. બેંકોમાં  ઉચ્ચ અધિકાર પદે  પહોંચેલા લોકોને પણ  જવાબદાર ઠેરવવા જોઈએ જઓના પ્રજાના પૈસા ઉદ્યોગપતિઓ  પર લૂંટાવી દીધા છે. એની પાછળના એમના હેતુ અને પ્રાપ્તિને પણ શોધવો જોઈએ.

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ :જહાંપનાહ, હવે ભારતના છોકરાઓ એમના પિતાને 'બાબા' નથી કહેતા.

બાદશાહ : શું એમનાથી રિસાઈ ગયા છે ?

બીરબલ : ના જહાંપનાહ,  'બાબા'ઓના કરતૂતો જોઈને  એ ડઘાઈ ગયા  છે તેથી પિતા કે દાદાને 'બાબા' કહેવાનું બંધ કર્યું છે !
 

Keywords int,ane,imarat,17,may,2018,

Post Comments