Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

ગરીબોના ચહેરા પર સ્મિત લાવવા માટે સઘળું કરી છૂટો !

'પ્રદાન'ને કોઈ કદી ક્યારેય છીનવી શકતું નથી !

તેરે સાથ ગુજરે વહ લમ્હે જબ જબ યાદ આતે હૈ,
અપની બેબસી પર હમ, ઢેરોં આંસુ બહાને લગતે હૈ.

જિંદગીમાં અસામાન્ય કામ કરવા ઇચ્છતા રોબિન રૈનાને માટે એક સાવ સામાન્ય દ્રશ્ય પણ અસામાન્ય બની રહ્યું. વિશ્વમાં માર્કેટિંગના ક્ષેત્રે નવી વિચારધારા આપનારા અને કંપની- આયોજનોની વિશિષ્ટ કાર્યશક્તિને કારણે દુનિયાભરમાં દોડધામ કરતા આ વ્યવસાયી રોબિન રૈના અબજોપતિની જિંદગી માણતા, પરંતુ ૨૦૦૩ દરમિયાન દિલ્હીના નોઇડામાં પોતાની ઑફિસના પાંચમા માળેથી ઉનાળાની એક સવારે જોયેલા દ્રશ્યએ એમને એમને વિચલિત કરી દીધા.

રોબિન રૈનાની આસપાસની દ્રષ્ટિ ભવ્ય ઇમારતોની સાથોસાથ ગરીબાઈ, અજ્ઞાાન અને ગંદકી વચ્ચે આવેલાં ભરચક અને ગીચ ઝૂંપડાઓ પર પડી. આ દ્રશ્યે એની આંખમાં આંસુ આણી દીધા. તેજ રફતારથી ચાલતો એમની પ્રવૃત્તિની ઘડિયાળનો કાંટો એકાએક થંભી ગયો. આજ સુધી કારકિર્દીના શિખરો સર કરવા માટે માત્ર વિદ્યાની ઉપાસના કરી. એ પછી સફળ થવા માટે રાત- દિવસના ઉજાગરા કરીને અઢળક કમાણી કરી. વૈભવશાળી જીવનની વચ્ચે વેદનામાં જીવતા લોકો પહેલીવાર જોયા અને એમની પીડા રોબિનના હૃદયમાં ધરતીકંપ જગાવી ગઈ. ચિત્તમાં અનેક પ્રશ્નાર્થો જાગ્યા.

ઇમારતમાં એ ઊભો છે, એની પડખે આવેલી આ બેહાલી આજ સુધી નજરઅંદાજ થઈ કઈ રીતે ? સઘળી વાતે સંપન્ન અને વૈભવી જીવન જીવનારને નજરે દીઠી વાસ્તવિકતા સતાવવા લાગી ! કારમી ગરીબીનાં એ દ્રશ્યોએ રોબિન રૈનાના હૃદયમાં એવો પ્રબળ સંકલ્પ જગાવ્યો કે હવેથી સૌથી ગરીબ હોય એવા લોકો માટે કાર્ય કરવું છે.

એણે જોયું કે, ઝૂંપડપટ્ટીના બાળકોનું કોઈ ભવિષ્ય હોતું નથી. ભણવાની કોઈ તક હોતી નથી આને પરિણામે એ ગરીબી, બેકારી અને અજ્ઞાાનતાની અંધકારભરી જિંદગીમાં એમનું બાળપણ જ નહીં, પણ આખી જિંદગી ખોઈ બેસે છે.

સૌ પ્રથમ એના 'રોબિન રૈના ફાઉન્ડેશને' ૩૫૦૦ જેટલા અધિકારવંચિત બાળકોને દત્તક લીધાં. એમને માટે ભોજન અને ભણતરની વ્યવસ્થા કરી. મુંબઈમાં એક અનાથાશ્રમ શરૃ કર્યો, તો પાકિસ્તાનની એક હોસ્પિટલના કેન્સરના દર્દીઓ માટેના વોર્ડની સંભાળ પણ લીધી. દિલ્હી બવાનાની સૌથી મોટી અને સૌથી જૂની ઝુંપડપટ્ટીમાં એણે છ હજાર જેટલા સિમેન્ટનાં ઘર બાંધ્યા અને લોકોને રહેવાની સગવડ કરી આપી.

રોબિન રૈનાને લાગ્યું કે, ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને કાયમી ઘર આપવામાં આવે તો જ તેઓની રખડુ જેવી જિંદગીનો અંત આવે. એક સ્થળે રહી શકે. વ્યવસ્થિત નોકરી-ધંધો કરી શકે. એનાં બાળકોને પણ એક વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ કરવાની તક મળે. આથી એણે ઘર આપવાની સાથોસાથ બે શરત મૂકી. પહેલી શરત તો એ કે આમાં વસનારે પોતાનાં બાળકોને અને ખાસ કરીને પોતાની દીકરીને અચૂક શાળાએ મોકલવા પડશે. બીજી શરત એ કે અહીં રહેનારો સાત વર્ષ સુધી પોતાનું ઘર વેચી શકશે નહીં.

આ ઝૂંપડપટ્ટીના મોટા ભાગના લોકો મજૂર તરીકે કે રીક્ષા ડ્રાઇવર તરીકે મહેનતકશ જિંદગી જીવતા હતા. એમને પૂરતી આજીવિકા મળી રહે તેવી નવી તકો વિશે વિચારવા લાગ્યા અને પરિણામે વોકેશનલ ટ્રેઇનિંગ પ્રોગ્રામ અને મહિલાઓ માટે કૌશલ્યવિકાસ માટેના મહિલા કેન્દ્રોની સ્થાપના કરી.

રોબિન રૈના આજે અમેરિકાના એટલાન્ટામાં આવેલ Ebix Inc  નામની કંપનીનું પ્રમુખપદ શોભાવે છે. આ કંપની ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે આંતરરાષ્ટ્રીય ડેવલપર છે તેમજ સોફ્ટવેર અને ઇ-કોમર્સ સોલ્યુસન્સ માટે સપ્લાયર છે. તેમણે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણાં નવા ખ્યાલોનો ઉપયોગ કરીને અને નવી વ્યાખ્યા આપીને આ ક્ષેત્રમાં યશ મેળવ્યો છે. ખાસ કરીને 'માર્કેટ મેકિંગ'ની વિભાવનાનો અને વિશ્વની પહેલી સંપૂર્ણ વાયરલેસ પણ ઇન્સ્યોરન્સ સિસ્ટમની શરુઆત કરવાનો સમાવેશ થાય છે. તેમની જિંદગી એક એવા પ્રકારની સફર છે કે જેમાં ઘણાં અનપેક્ષિત ચકરાવા પછી તેમને એ અમેરિકા ખેંચી લાવી, જ્યાં તેઓ કદી જવાનું ઇચ્છતા ન હતા.

પરંતુ માદરે વતનનો સાદ રોબિન રૈનાને આજે એટલો બધો આકર્ષે છે કે, ભારતમાં ચાલતા પોતાનાં સેવા કાર્ય માટે સળંગ એક મહિનાની રજા લેવી પડે, તો પણ એ અંગે બે વાર વિચારતા નથી. સેવા કાર્યો બરાબર ચાલે છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેઓ ઘણીવાર એ સ્થળે પહોંચી જાય છે. આને માટે પોતાની અંગત કમાણીમાંથી એમણે એક લાખ ડોલર આપ્યા છે અને હજી માને છે કે એમને ઘણું કામ કરવાનું બાકી છે.

'રૈના પ્રયાસ પ્રોજેક્ટ' અન્વયે એવી શાળાની ઇમારત તૈયાર થઈ રહી છે, જેમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, આહાર અને વસ્ત્રો પૂરા પાડવાની યોજના કરી છે. બાળકોના અધિકારો માટે રાતદિવસ એક કરનારા રોબિન રૈનાએ જાણ્યું કે ચારથી સાત વર્ષની અંદર જેટલી છોકરીઓ વ્હિકલ વર્કશોપમાં જઈને મોટરની નીચે ટપકેલું ઓઇલ એકઠું કરે છે. દિવસભર એકઠાં થયેલા એ ઑઇલને વેચીને એમને પંદર રૃપિયા મળતા હતા. આ કામ અત્યંત જોખમી હતું.

ગમે ત્યારે મોત નોતરી લાવે તેવું હતું. આથી રૈના ફાઉન્ડેશને એ પંદરેય બાલિકાઓને દત્તક લીધી. અગાઉ જે કમાણી હતી તે મુજબ ચારસો રૃપિયા જેટલું રેશન એમને પૂરું પાડયું અને મોતના ઓથાર હેઠળ જીવતી બાલિકાઓને બચાવી લીધી.
ભારતમાં ચારેકોર સ્ત્રીશક્તિકરણની વાત ગાજવીજ સાથે કરવામાં આવતી હતી, તે સમયે રૈનાએ જોયું કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબાઈ અને નિરક્ષરતાને કારણે સ્ત્રીશક્તિકરણની કલ્પના કરવી મુશ્કેલ હતી. આને માટે એમણે સિવણ કેન્દ્ર શરુ કર્યું અને સ્ત્રીઓ જાતે કંઈ કમાણી કરે તેવી વ્યવસ્થા કરી. રાજધાની દિલ્હીમાં યોજાયેલ કૉમનવેલ્થ ગેઇમ્સ રમતગમતના વિક્રમોને બદલે એમાં થયેલા ભ્રષ્ટાચારથી વધુ જાણીતી બની હતી. એથી ય વધુ એ સમયે દિલ્હી શહેર 'સ્વચ્છ દેખાડવાના' હેતુથી હજારો ઝૂંપડાઓ તોડી નાખવામાં આવ્યા. બેઘર બનેલા આ ગરીબોની કોણ ફિકર કરે ? ન કોઈએ એમની આજીવિકાની ફિકર કરી કે ન એમના આશ્રયસ્થાન અંગે ચિંતા કરી. શિક્ષણ અને સ્વાસ્થ્ય વિશે તો વિચારવાની વાત જ શી કરવી ?

આ સમયે રૈના આ બેઘર ગરીબોના દર્દ જોઈ શક્યો નહીં અને એણે એ દરેક કુટુંબોને શિક્ષણ, વસ્ત્ર, આહાર અને એમના બાળકો માટે સ્વાસ્થ્યની પાયાની જરૃરિયાત પૂરી પાડવાનો પ્રયાસ કર્યો. રૈના માને છે કે ગરીબાઈને કોઈ જાતિ, ધર્મ, રંગ કે કોઈ ભૌગોલિક સીમાઓ હોતી નથી. જેઓ સંપત્તિ અને સંપન્નતા ધરાવે છે, તેઓએ વિશ્વના નકશામાંથી ગરીબાઈને જડમૂળથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
આજે એની કંપની ઇબીક્સ અમેરિકાની ઝડપથી વિકાસ કરતી એકસો કંપનીઓમાંની એક ગણાય છે. એની બજારમાં રહેલી મિલકતની કિંમત બસો મિલિયન કરોડ જેટલી અંકાય છે.

રોબિન રૈનાની જિંદગીની રાહ આજે સાવ પલટાઈ ગઈ છે. એક સમયે સિદ્ધિ અને સમૃદ્ધિ પર અહર્નિશ નજર ઠેરવતા માનવીને આજે એ સિદ્ધિઓ લેશમાત્ર આકર્ષક લાગતી નથી કે એ સમૃદ્ધિ મોહ જગાવતી નથી. વિશેષ તો એને આ સેવા પ્રવૃત્તિ દ્વારા નવી એક દ્રષ્ટિ મળી. ક્યારેક લોકો આ ધનાઢ્ય માનવીને પૂછે પણ છે કે તમારી પાસે પૈસા છે માટે તમે પરોપકાર કે સખાવત કરી શકો છો.

તમારી પાસે અબજો ડોલરની કંપની છે, એટલે એ બધું શક્ય બને છે. જો સંપત્તિ ન હોત તો તમે આટલું બધું કાર્ય કરી શક્યા હોત ?

આના ઉત્તરમાં રોબિન રૈના કહે છે કે, મારી પાસે પૈસા ન હોત તો પણ મેં મનથી સ્વીકારેલા સેવાકાર્યોમાં પાછા વળીને જોયું ન હોત. વળી એ હકીકત છે કે જે લોકોએ આ જગતમાં મોટી સખાવતો કરી છે, તેમાં મોટા ભાગના લોકો પાસે કોઈ સંપત્તિ નહોતી. વિનોબા ભાવે પાસે શું પૈસા હતા ? પણ તેઓએ જે કંઈ કર્યું, તે અપૂર્વ છે, આજે પણ પરમાર્થ, પરોપકાર કે દાન કરવા માટે પૈસાની જરૃર નથી. તમે તમારો સમય આપો, તો તેમાં પણ પરમાર્થ અને પરોપકાર જ છે.

રોબિન રૈનાની સંવેદના હવે વંચિતો અને ગરીબોના હૃદયનાં સ્પંદને પ્રકંપિત થવા લાગી. એ દિલ્હીની સૌથી મોટી અંધશાળા હેલન કેલર યુનિવર્સિટીમાં દર અઠવાડિયે થોડો સમય અહીં વીતાવે છે.
એ કહે છે કે, 'ત્યાં જઈને થોડો સમય બાળકોનાં હાથ પકડી રાખો. તેઓને તમારી ઉષ્માની જરૃર છે. તમારા પ્રેમાળ સ્પર્શની જરૃર છે. પૈસાની નહીં.'

રોબિન રૈનાની દાનની ભાવના એમના આગવા વ્યક્તિત્વમાંથી જન્મેલી છે. સખાવત આપવી કે દાન કરવું, એને કોઈ મહાન કામ માનતા નથી. દિવ્યાંગો માટે કામ કરતાં રોબિનને કહ્યું છે કે એમની પાસે ચક્ષુ નથી, તે છતાં આપણા કરતા વધુ સ્પષ્ટરૃપે જોઈ શકે છે. એમનો હાથ પકડો. પોતાની કાળજી લેનારું કોઈ છે એવો એને અહેસાસ થશે અને આવો અહેસાસ એના આનંદ અને આત્મવિશ્વાસમાં ઉમેરો કરશે.
કેટલાક યુવાનો રોબીન રૈના પાસે માર્ગદર્શન માટે આવે છે. જીવનમાં કયો રાહ અપનાવવો એ અંગે સલાહસૂચન માગે છે. કેટલાક લોકો કહે છે કે સેવાનાં તો અનેક ક્ષેત્રો છે. આ દેશમાં જે અનેક પ્રશ્નો છે, તો સેવાકાર્ય કરવા માટે અમારે શેની પસંદગી કરવી ? ત્યારે રોબિન કહે છે કે જે યુવાનો પોતાની જાત બદલવા ચાહે છે, એમણે એટલું જ કરવાની જરૃર છે કે જઈને કોઈકને શિક્ષણ આપે. એને માટે કોઈ મોટી સેવાભાવી સંસ્થાના આશ્રયની જરૃર હોતી નથી. એને માટે કોઈ ગૂ્રપ કે મંડળીની જરૃર હોતી નથી. તમારી પાડોશમાં કોઈ નિરક્ષર હોય તો તેને ભણાવો, તો તે પણ પૂરતું છે.

કોઈ વળી દાન અંગે એને પૂછવામાં આવે છે અને સવાલ કરે છે કે કયા ક્ષેત્રમાં ફાળો મેળવવા પ્રયત્ન કરવો જોઈએ ? ત્યારે રોબિન રૈના કહે છે કે, સરકારી શાળાએ જતા ગરીબ વિદ્યાર્થીઓ માટે ફાળો એકત્રિત કરો, એના જેવું બીજું કોઈ કામ નથી. ગરીબોના ચહેરા પર સ્મિત લાવવા માટે સઘળું કરી છૂટો. અને પછી રોબીન રૈના કહે છે કે, 'પ્રદાન' એક મહત્ત્વની બાબત છે. તમે જેટલું આપવાનું શરુ કરશો તે છેવટે તમારી પાસે જ પાછું આવશે. પ્રદાન એ એવી ચીજ છે કે જેને કોઈ તમારી પાસેથી ક્યારેય છીનવી શકતું નથી.

અબજોપતિ રોબિન રૈનાના વિચારો અને કાર્યોએ હજારોની જિંદગીમાં સુખચેન અને શિક્ષણનો દીવો પ્રગટાવ્યો છે !

પ્રસંગકથા

સાઈબર બુલિંગનું આક્રમણ!

ચિન્કી એના મિત્ર સાથે પાણીપૂરી ખાઈ રહી હતી. પચીસેક પાણીપુરી ખાધા પછી એના એ બૉયફ્રેન્ડને પૂછ્યું, 'સરસ પાણીપુરી છે. વધુ દસ ખાઈ લઉં.'

બોયફ્રેન્ડની સંમતિ મળતાં એણે વધુ દસ પાણીપુરી ખાધી. જીભને એવો ચટાકો લાગ્યો હતો કે ચિન્કીએ કહ્યું, 'હજી બીજી દશેક ખાવા દે તો?'

એના બોયફ્રેન્ડે કહ્યું, 'ખાઈ લે નાગણ?'

આ સાંભળી ચિન્કીનો ગુસ્સો ફાટી નીકળ્યો. એણે કહ્યું, 'અલ્યા, નાગણ કોને કહે છે? હવે મારે પાણીપુરી ખાવી નથી, હું તો આ ચાલી.'

એના બોયફ્રેન્ડે એને અટકાવતા કહ્યું કે, 'મેં તો તને એમ કહ્યું હતું કે ના...ગણ. એટલે કે ગણ્યા વગર ખા તું તારે!'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે માત્ર ચિન્કીનો બોયફ્રેન્ડ જ એને ધમકાવતો નથી. હવે તો અદ્રશ્ય ધમકી આપનારાઓનો પણ કાળો કેર વર્ત્યો છે. ઈન્ટરનેટ દ્વારા કોઈને ડરાવવામાં આવે કે ધમકાવવામાં આવે છે, ત્રાસ પણ આપવામાં આવે છે. એને ખોટી દિશામાં વાળવામાં આવે છે. આને 'સાઇબર બુલિંગ' કહેવામાં આવે છે. અશ્લીલ ફોટોગ્રાફ, હલકી કક્ષાની ભાષા કે કોઈ ગેમ દ્વારા એને ડરાવી, ધમકાવી કે બહેલાવીને ખોટું કામ કરાવવામાં આવે છે. બ્લ્યૂ વ્હેલ ગેમ આનું જીવતું જાગતું ઉદાહરણ છે.

આવી રીતે ગભરાયેલી વ્યક્તિને એ સમજાતું નથી કે હવે કરવું શું? આગળ જતાં એના મન પર એની એટલી બધી ખરાબ અસર થાય છે કે ઘણીવાર ભય, બીક કે ડરથી એ વિદ્યાર્થી આત્મહત્યા કરી બેસે છે.
વધારામાં તો સ્કૂલમાં ભણતાં બાળકો સાથે આ સાયબર બુલિંગ (ઓનલાઈન ધમકી)ની ઘટનાઓ આપણા દેશમાં કૂદકે ને ભૂસકે વધી રહી છે. કુમળા વિદ્યાર્થીઓ પર સાઇબર હુમલા થઈ રહ્યા છે.

અમેરિકામાં ૧૫ ટકા બાળકો સાઇબર બુલિંગમાં ફસાયા છે. કૅનેડાના ૧૮ ટકા બાળકોએ સાઇબર બુલિંગ થતી હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ ભારતના ૩૨ ટકા બાળકો સાઇબર બુલિંગનો ભોગ બન્યા છે. આ સાઇબર હુમલાથી પોતાની જાતને બચાવવા માટે અને એનો સામનો કરવા માટે ભારતની સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે, પણ સમાજ જાગશે ખરો?

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે?

બીરબલ : જહાંપનાહ, પાટો છોડીને ભારતીય રેલ્વે વારંવાર ચાલવા લાગી છે.

બાદશાહ : ક્યા ખૂબ!

બીરબલ : જહાંપનાહ, જ્યાં દેશનો પ્રધાન-સેવક જ સમાજસેવાના પાટા છોડીને વિશેષાધિકારની વિલાસિતામાં ડૂબી ગયો હોય, તે દેશની ગાડી પાટા પરથી ખડી જ જાય ને!

 

Keywords INT,ANE,IMARAT,14,JUNE,2018,

Post Comments