Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વ રક્તદાન દિવસ: રક્તદાનને લઇને ફેલાતી ગેરમાન્યતાઓ દૂર કરો

- 14 જૂનના દિવસને 'વર્લ્ડ બ્લડ ડોનેશન ડે' તરીકે મનાવવામાં આવે છે

અમદાવાદ, તા. 14 જૂન 2018, ગુરુવાર

રક્તદાનને લઈને લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ હોય છે. મોટાભાગના લોકો માને છે કે રક્તદાન કરવાથી વ્યક્તિમાં આંતરિક નબળાઇ આવી જાય છે અને આટલી મહેનતથી લોહી બનાવ્યું છે તેનું દાન કેમ કરવું? 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.

તમે રક્તદાન કરીને કેટલા લોકો સાથે સંકળાયેલ પરિવારના કોઇ સભ્યનો જીવ બચાવીને પુણ્યનું કામ કરી શકો છો. તમને જાણીને ખુશી થશે કે જે લોહી આપણા શરીરમાં હોય છે તે ત્રણ મહિનામાં પાણી બનીને બહાર નીકળી જાય છે.

જેટલું લોહી તમે કોઇને દાન કરો છો તે લોહી એક દિવસમાં ફરીથી શરીરને મળી જાય છે. આ શરીરનું પોતાનું કાર્ય છે. આપણે આપણા જીવનમાં રક્તદાન કરીને કેટલા લોકોના જીવ બચાવી શકીએ છીએ. લોકોમાં ગેરમાન્યતા હોય છે કે પાતળા લોકો રક્તદાન કરવા માટે અયોગ્ય હોય છે. પરંતુ આ ખોટી વાત છે. જો તમે રક્તદાન કરવા ઇચ્છો છો, તો તેના માટે તમારું વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઇએ.

જે લોકો વધારે જાડા હોય છે તેમને ચોક્કસપણે રક્તદાન કરવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે. કારણ કે, તેઓ બીપી, શૂગર અને હાર્ટના દર્દી હોઇ શકે છે. જે બિમારીગ્રસ્ત હોય છે તેમનું લોહી લેવામાં આવતું નથી. એક એવી ગેરમાન્યતા પણ છે કે મહિલાઓ પહેલાથી કમજોર હોય છે તેથી તે રક્તદાન કરી શકે નહીં. પરંતુ તે પણ તદ્દન ખોટું છે કારણ કે રક્તદાન કરતા પહેલા તમારું હિમોગ્લોબિનનું પ્રમાણ ચેક કરવામાં આવે છે.

હિમોગ્લોબિનનું પ્રમાણ પર્યાપ્ત સ્તર કરતા નીચું હશે તો તમે રક્તદાન કરવા માટે અસમર્થ રહેશો. પરંતુ સામાન્ય રીતે જોવા મળ્યું છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે હોય છે, તેનો અર્થ એ નથી કે બધી જ મહિલાઓ રક્તદાન કરી શકે છે.

Post Comments